fbpx
અમરેલી

અમરેલી જીલ્લામાં પડેલ કમોસમી વરસાદને લીધે થયેલ નુકશાન બાબતે સરકારશ્રીમાં રજુઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા એ તાત્કાલીક સવેૅ કરી સરકારમાં માહિતી મોકલવા જીલ્લા વહીવટી તંત્રને જરૂરી સુચના આપી

અમરેલી જીલ્લામાં પડેલ કમોસમી વરસાદને લીધે થયેલ નુકશાન અંગે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ ને રજુઆત કરેલ છે.

સાંસદશ્રીએ કરેલ રજુઆત મુજબ, વતૅમાનમાં કોરોનાની મહામારીને લીધે ખેડુતો અને નાના મોટા ધંધાથીૅઓ મુશ્કેલીમાં મુકાયેલ છે ત્યારે કમોસમી વરસાદને લીધે જીલ્લાના ખેડુતો વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયેલ છે. જીલ્લામાં પડેલ માવઠા થી ઉનાળુ પાક જેવા કે, કેરી, તલ, મગ, બાજરી અને ડુંગળી જેવા અનેક પાકોને મોટા પાયે નુકશાન થયેલ છે. જેથી ખેડુતોને થયેલ નુકશાનનું વળતર મળી રહે તે માટેની સત્વરે કાયૅવાહી કરવા સાંસદશ્રીએ રજુઆત કરેલ છે.

ઉપરાંત અમરેલી જીલ્લામાં પડેલ કમોસમી વરસાદથી ખેડુતોને થયેલ નુકશાન અંગેનો સવેૅ કરી તાત્કાલીક સરકારશ્રીમાં માહિતી મોકલવા અંગે સાંસદશ્રીએ જીલ્લા કલેકટરશ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને જરૂરી સુચના આપેલ હોવાનું સાંસદ કાયૉલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts