fbpx
અમરેલી

તૌકતે વાવાઝોડાથી લોકોની નુકશાનીનો સર્વે કરાવવા લોકોની વ્હારે દિલીપ સંઘાણી

માન. દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે નુકશાનીના સર્વેની કામગીરીનું ટીમ સહકારના આગેવાનો અશ્વિનભાઈ સાવલીયા તથા જયંતિભાઈ પાનસુરીયા તથા મનિષભાઈ સંઘાણી તથા કુ.ભાવનાબેન ગોંડલીયા દ્વારા આયોજન. બેંકના તમામ ડીરકટરો તથા ડેરીના તમામ ડીરકટરો તથા જિલ્લા ખરીદ–વેચાણ સંઘના તમામ ડીરકટરો તથા જિલ્લા સહકારી સંઘના તમામ ડીરકટરો તેમજ સેવા સહકારી મંડળી તથા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ/મંત્રીઓને પોતાના ગામની માહિતી સમયસર તૈયાર કરાવવા નમ્ર અપીલ. ગ્રામ્ય વિસ્તારના અસરગ્રસ્ત લોકોએ પોતાના નુકશાનની વાસ્તવિક માહિતી ગ્રામ્ય કક્ષાએ સેવા મંડળી,દુધ મંડળીઓના પ્રમુખ/મંત્રીને પહોચતી કરવા નમ્ર અપીલ.

તા.૧૭/૦પ/ર૦ર૧ તથા તા.૧૮/૦પ/ર૦ર૧ ના રોજ અમરેલી જિલ્લામાં આવેલ તૌકતેે વાવાઝોડાથી ગ્રામ્ય વિસ્તારના તમામ વર્ગને નુકશાન થયેલ છે.અને નુકશાનીનો અંદાજ બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ ટીમ સહકાર એટલે કે અમરેલીજિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.,અમરેલી જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.(અમર ડેરી),અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા હાથ ધરવામા આવેલ છે.તેથી ખેતી વિષયક સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખ/મંત્રી તથા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના પ્રમુખ/મંત્રી તેમજ સભાસદો અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકો તેમને થયેલ નુકશાનીની સત્ય અને
ખરી વિગતો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બંેક ,સેવા મંડળી તથા દુધ મંડળી અને બેંક તથા ડેરીના કર્મચારીઓને સમયસર આપવા અનુરોધ કરવામાં આવે છે.જેથી નુકશાનીનો અંદાજ સમયસર સરકારશ્રીમાં રજુ કરી શકાય.

Follow Me:

Related Posts