fbpx
અમરેલી

અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષ ભંડેરી, અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુલ પોંકિયા, અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી પ્રવીણ કમાણી, યુવા કોંગ્રેસ અગ્રણી, ડાયાલાલ મહેતા એ સાથે જીલ્લાવિકાસ અધિકારીઅમરેલી ને આવેદન પત્ર આપ્યું.

તાજેતરમાં આવેલા વાવાઝોડાથી સમગ્ર અમરેલી જીલ્લામાં વિનાશક સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં અમરેલી તાલુકાને અસર થયેલ છે, ગુજરાત સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતરગત જુદા જુદા વિભાગોની ટીમોનું ગઠન કરીને જવાબદારી ગ્રામસેવક તથા તલાટી મંત્રીને સોપવામાં આવેલ છે. પરંતુ અમરેલી તાલુકામાં આજદિન સુધી સંપૂર્ણ અને પારદર્શક સર્વે થયો નથી. ગ્રામસેવક, તલાટીમંત્રી ગ્રામપંચાયતની ઓફિસમાં બેસીને ઉપર છલો સર્વે કરી રહ્યા છે. જેનાથી ખરેખર જે ખેડૂત કે ગ્રામવાસીને નુકશાન થયું છે, તેમને હળાહળ અન્યાય થઇ રહ્યો છે. તો આપને ત્વરિત જે તે વિભાગનાં જવાબદાર અધિકારીને કડક સુચના આપી ગામતળમાં દરેક ગ્રામવાસીઓના ઘરે ઘરે જઈને તથા દરેક ખેડૂતોના ખેતરે જઈને સાચો અને પારદર્શક સર્વે કરવા ભલામણ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts