fbpx
અમરેલી

ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા લાલાવદર અને મોટા મુંઝીયાસર ખાતે બ્લડ ડોનેસન કેમ્પ યોજાયા

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્ત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવાના સાત વર્ષ પૂર્ણ થતાં સેવા હી સંગઠન અંતર્ગત અમરેલીના લાલાવદર ગામે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરિયા ના અધ્યક્ષ સ્થાને અને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.


આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ જલ્પેશભાઈ મોવલિયા, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સાવલિયા, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસિયા, મહામંત્રી કાળુભાઈ વાળા, પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મનીષભાઈ સંઘાણી, તાલુકા પંચાયત ઉપાધ્યક્ષ વનરાજભાઈ કોઠીવાળ, સરપંચ ચેતનભાઇ ધાનાણી સહિત આગેવાનો હાજર રહ્યા હતા.


તેમજ બગસરાના મોટા મુંજીયાસર ગામે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરિયા ના અધ્યક્ષ સ્થાને રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ તકે પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મનીષભાઈ સંઘાણી, તાલુકા પ્રમુખ રમેશ સતાસિયા, મહામંત્રી વિપુલભાઈ કયાડા, ભાજપ અગ્રણી ધીરુભાઈ માયાણી, મનોજભાઈ મહીડા સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts