fbpx
અમરેલી

ડો. ભરત કાનાબાર અને પી. પી. સોજીત્રાનો સેવાયજ્ઞ અવિરત,નાનું મોટું દરજીકામ કરનારા, છૂટક નોકરી કે મજૂરી કરનારા ગરીબ પરિવારોને અનુકંપા ટ્રસ્ટના માધ્યમથી રાશનકીટ વિતરણ

લંડન સ્થિત ભારતીબેન કંટારીયાનો દિવ્ય સેવા ફાઉન્ડેશનનો આર્થિક સહયોગ

કોરોનાનું બીજુ વેવ પુરૂં થઈ જાય તેવા આશાસ્પદ અણસારો સમગ્ર ગુજરાતમાં મળી રહયા છે. બીજા વિસ્તારોની જેમ અમરેલી શહેર અને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેસો ખુબજ ઘટી ગયા છે. આજથી સાંજના ૬ વાગ્યા સુધી તમામ પ્રકારના વેપાર ધંધા કરનારાંઓને દુકાનો ખુલ્લી રાખવા છૂટ અપાઈ ગઈ છે. આમ છતાં, છેલ્લા દોઢ મહિનાના આંશિક લોકડાઉનને કારણે નાનું મોટું કામ કરતાં વિવિધ કારીગરો અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. પ્રથમ વેવની જેમજ ડો.ભરત કાનાબાર તથા પી.પી. સોજીત્રાની ટીમ છેલ્લા ૧૦ દિવસી આવા વર્ગના લોકોને શોધી શોધી રાશન કીટો આપી રહી છે.


અત્યાર સુધીમાં બુટ–ચંપલને પોલીસ કરનારાં રસ્તાં પર બેસતાં નાનાં મોચીઓ, નાની ચાની લારી ચલાવતાં કારીગરો, ઘેર રહી ભરત ગુંથણ કામ કરી પોતાના પરિવારને મદદરૂપ બનતી બહેનો, રસ્તાપર નાની દુકાનોમાં સાયકલ કે ટુ વ્હીલરનું પંચર કામ કરતાં લોકોમાં કીટના વિતરણ બાદ હવે હાથલારીની મજૂરી કરતાં તેમજ છૂટક મજૂરી કરતાં લોકોમાં તા. ર જુનના રોજ કીટ વિતરણ કરેલ હતુ.
પ વ્યકિતના પરિવારને ર૦ દિવસ ચાલે તેટલાં ઘઉ, ચોખા, તુવેરદાળ, ખાંડ, ચા, શીંગતેલ, સાબુ, રસોઈમાં વપરાતા મસાલા વિગેરેની બનેલ કીટોનું વિતરણ સીટી વોચ – અમરેલીના હીરેનભાઈ રવૈયા તથા દિવ્ય પ્રકાશના માલિક હિંમતભાઈ સરખેદીના વરદ્ હસ્તે કરવામાં આવેલ.


આ વિતરણ કાર્યમાં અનુકંપા ટ્રસ્ટના ચેતનભાઈ રાવળ, નયનભાઈ જોષી (બેદી), કમલેશભાઈ ગરાણીયા, વિપુલભાઈ ભટૃી, તુલસીભાઈ મકવાણા, મધુભાઈ આજગીયા, યોગેશભાઈ કોટેચા, વિપુલભાઈ બોસમીયા, વિપુલભાઈ રાદડીયા તથા જયશેભાઈ ટાંક જોડાયા હતા.

    
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/