fbpx
અમરેલી

જાફરાબાદ ખાતે મોબાઈલ ફોનની દુકાનમાં ચોરી કરનાર શખ્‍સ ઝડપાયો

જાફરાબાદમાં મેઈન બજારમાં આવેલ મોબાઈલ ફોનનની દુકાનના ગ્રીલ તથા દરવાજાનાં તાળા તોડી, મોબાઈલ ફોનની ચોરી કરનાર ઈસમને ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન નંગ-7 કિંમત રૂા. 8ર,પ00નાં મુદામાલ સાથે એલસીબીએ તસ્‍કરને પકડી પાડેલ છે.

આ બનાવમાં મનુભાઈ જોધભાઈ પરમાર જાફરાબાદ મેઈન બજારમાં ભભમહાદેવ મોબાઈલભભ નામની મોબાઈલ ફોનની દુકાન ધરાવતા હોય ગઈ તા. 18/પ/ર1નાં કલાક ર0-00થી તા. 19/પ/ર1નાં કલાક 9-30 દરમ્‍યાન કોઈ અજાણ્‍યા ચોર ઈસમોએ તેમની મોબાઈલ ફોનની દુકાનના પાછળના ગ્રીલ અને દરવાજાના તાળા તોડી, દુકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશકરી, જુદી જુદી કંપનીના એન્‍ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-7 કિંમત રૂા. 8ર,પ00ની ચોરી કરી લઈ ગયેલ હોય. આ અંગે મનુભાઈએ જાફરાબાદ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ આપતા જાફરાબાદ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ થયેલ હતો.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે જિલ્‍લામાં બનવા પામેલ મિલ્‍કત સંબંધી વણશોધાયેલ ગુન્‍હાઓને ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવા તથા ચોરીનો મુદામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલ્‍કત પાછી મળે તે માટેના સઘન પ્રયત્‍નો હાથ ધરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.

અમરેલી એલસીબી ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા, પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર પી.એન. મોરી તથા એલસીબી ટીમ ઘ્‍વારા ચોકકસ બાતમી મેળવી જાફરાબાદ બસ સ્‍ટેન્‍ડ વિસ્‍તારમાંથી ચોરીના મોબાઈલ ફોન વેચવાની પેરવી કરતા ઈસમને પકડી પાડેલ અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન નંગ-7 મળી આવતા 100 ટકા મુદામાલ રીકવર કરી તેમની સામે ધોરણસર કાર્યવાહી થવા જાફરાબાદ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

આ બનાવમાં આરોપી મહેન્‍દ્ર ઉર્ફે ગીદડાવાળો ઢીસાભાઈ બારૈયા (ખારવા) (ઉ.વ. 19) ધંધો ડ્રાઈવીંગ રહે. જાફરાબાદની જુદી જુદી કંપનીના એન્‍ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-7 કિંમત રૂા. 8ર,પ00 સાથે અટકાયત કરવામાં આવી છે.

Follow Me:

Related Posts