fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજુલાના ધારાસભ્યશ્રી અંબરીશભાઇ ડેર દ્વારા રેલ્વે સામે ઉપવાસ આંદોલનને સંપૂર્ણ ટેકો

અમરેલી જિલ્લાના રાજુલાના ધારાસભ્યશ્રી અંબરીશભાઇ ડેર છેલ્લા સાતેક દિવસથી રેલ્વે દ્વારા રાજુલા નગરપાલિકાને ફાળવવામાં આવેલ જમીન રાજકીય કારણોસર રદ કરવાના નર્ણયિ સામે રાજુલા ખાતે ઉપવાસ ઉપર બેસેલ છે.

રાજુલાના ધારાસભ્યનું આ પ્રજાલક્ષી ઉપવાસ આંદોલન છેલ્લા પાંચ દિવસથી રાજુલા શહેરમાં ચાલી રહયું હતું, તે બર્બટાણા રેલ્વે સ્ટેશન ખાતે આજથી ઉપવાસ આંદોલન શરૂ કરેલ હોય તા. ૧૩–૦૬–ર૦ર૧ ને રવિવારના રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી, પુર્વ પ્રમુખશ્રી પંકજભાઇ કાનાબાર, મહામંત્રીશ્રી જનકભાઇ પંડયા અને જગદીશભાઇ તળાવીયાએ મુલાકાત લીધેલ હતી. આ તકે અંબરીશભાઇ ડેરના ઉપવાસ આંદોલનને સમગ્ર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ દવારા ટેકો આપવામાં આવેલ હોય વિસાવદરના ધારાસભ્યશ્રી હર્ષદભાઇ રીબડીયા, જુનાગઢના ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોષી, માંગરોળના ધારાસભ્યશ્રી બાબુભાઇ વાજા, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી નટુભાઇ પોંકીયા, જુનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી અમિતભાઇ ઠુંમર સહિતના અગ્રણીઓ પણ ઉપવાસ છાવણીમાં પધારેલ હતા અને શ્રી અંબરીશભાઈ ડેર દવારા ચાલતા ઉપવાસ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરેલ હતો

Follow Me:

Related Posts