fbpx
અમરેલી

સુરત ગ્રામ્ય કામરેજ પો.સ્ટે. વિશ્વાસઘાત તથા છેતરપીંડીના ગુન્હામાં નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ દ્રારા ગૂમ થયેલ તથા અપહરણ થયેલ બાળકો શોધી કાઢવા તેમજ રાજયનાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે સુરત ગ્રામ્ય કામરેજ પો.સ્ટે.I-ગુ.ર.નં.૧૦૮/૨૦૧૯ IPC કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ વિ. મુજબના ગુન્હાના કામે નાસતાં ફરતાં આરોપીને પકડી પાડેલ


➡️ મેહબુબભાઇ રહીમભાઇ સૈયદ (બુખારી) ઉ.વ.-૩૮ ધંધો-મજુરી રહે.બીલા તા.જેસર જી.ભાવનગર વાળો તા.૧૯/૦૬/૨૦૨૧ ના રોજ મળી આવતા સુરત ગ્રામ્ય કામરેજ પો.સ્ટે. ખાતે સોંપવ આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પોલીસને સોંપવા તજવીજ કરેલ.


મજકુર આરોપીએ લોકોને વિશ્વાસમાં લઇ અવાર-નવાર અલગ-અલગ રીતે નંગ(પથ્થર) તથા સુલેમાની પથ્થર આપી એકના ડબલ પૈસા કરવાની લાલચ આપી અલગ-અલગ જગ્યાએ ગુન્હાઓ કરતો હોય અને મજકુર આરોપી વિરૂધ્ધ (૧)સુરત શહેરના કામરેજ પો.સ્ટે. તથા (૨) ભાવનગર જીલ્લાના બગદાણા પો.સ્ટે. તથા (૩) અમદાવાદ ગ્રામ્યના વિરમગામ પો.સ્ટે. તથા (૪)સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી પો.સ્ટે. તથા (૫) અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પો.સ્ટે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી તથા વિશ્વાસઘાત ના ગુન્હામાં પકડાયેલ.

આમ, શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા સુરત ગ્રામ્ય કામરેજ પો.સ્ટે. વિશ્વાસઘાત તથા છેતરપીંડીના ગુન્હામાં નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપીને સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામેથી પકડી પાડેલ

    
Follow Me:

Related Posts