fbpx
અમરેલી

અમરેલીની બહેરા-મુંગા શાળા ખાતે કૃત્રિમ હાથ’નું વિતરણ કરવામાં આવ્‍યું

રોટરી કલબ ઓફ અમરેલી ગીર દ્વારા રોટરીકલબ ઓફ જામનગર તથા એલેન મેડોઝ પ્રોસ્‍થેટીક હેન્‍ડ ફાઉન્‍ડેશન (યુએસએ)ના સહયોગથી બહેરામૂંગા શાળા ખાતે ીદ, (કૃત્રિમ હાથ) પ્રોજેકટ કરવામાં આવેલ હતો.

આ પ્રોજેકટમાં જે લોકોને કાંડામાંથી કે કોણીમાંથી હાથ કપાયેલ હોઈ તેને વિનામૂલ્‍યે કૃત્રિમ હાથ ફિટ કરી આપવામાં આવેલ જેનાથી તેઓ રોજબરોજના કાર્યો સરળતાથી કરી શકે જેવા કે રોટલી વણવી, સ્‍કૂટર ચલાવવું, જમવું વગેરે.                                        આ કેમ્‍પમાં અમરેલી જીલ્લાના જુદાજુદા ગામોમાંથી બોહળી સંખ્‍યામાં લાભાર્થીઓ આવેલા તેમને સવારે નાસ્‍તો તથા બપોરે જમવાની વ્‍યવસ્‍થા કલબ દ્વારા કરવામાં આવેલ.

આ કેમ્‍પનું આયોજન રોટરી કલબ ઓફ અમરેલી ગીર દ્વારા કરવામાં આવેલ છે. રોટરી કલબ ઓફ જામનગરથી શરદભાઈ શેઠ તથા તેની ટિમ ખાસ ઉપસ્‍થિત રહી તમામ લાભાર્થીઓને કૃત્રિમ હાથ ફિટ કરી આપેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી કલબ ઓફ અમરેલી ગીર, રોટરેકટ કલબ અમરેલી ગીર તથા ઈનરવહીલ કલબ અમરેલી ગીરના તમામ મેમ્‍બરો હાજર રહી ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રોજેકટના ચેરમેન રો. જીતેન            ધોળકીયાની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/