fbpx
અમરેલી

કેન્દ્રીય કૃષિમંત્રી ને હાથબનાવટનાં ખેતીમાં ઉપયોગી સનેડાને ખેડુતો માટે સબસીડીમાં સમાવિષ્ટ કરવા કરી રજુઆત

સૌરાષ્ટ્રમાં ખેતીમાં હાથબનાવટનાં સ્વદેશી ટેકનોલોજી થી બનાવાતા સનેડા ખેતી કરવામાં ખૂબ જ ઉપયોગી છે. જેથી ખેતીનું મોટા ભાગનું કામ આધુનિક પધ્ધતિની જેમ જ આ સનેડાથી થાય છે. આ સનેડાને હાલ મોટા ભાગનાં ખેડુતો બળદ ગાડાની જગ્યાએ અને ટ્રેકટરની જગ્યાએ ખેતી અને ખેત પેદાશોના પરીવહન માટે સનેડાનો ઉપયોગ કરે છે. તેમજ કીમંતની દ્રષ્ટીએ આ સનેડા ખેડુતોને ખૂબ સસ્તા પડે છે. તથા મેઈન્ટેનેન્સ ખર્ચ પણ ખૂબ ઓછો હોય છે. આમ અત્યારે સનેડો એ સૌરાષ્ટ્રનાં ખેડુતો માટે ખૂબ સ્વીકૃત અને જરૂરી સાધન બની ગયુું છે.

આ સનેડાનું ઉત્પાદન સ્થાનીક કારીગરો દ્બારા સૌરાષ્ટ્રમાં જ મોટા પાયે થાય છે. જેના લીધે અનેક લોકોને રોજગારી મળે છે. અને સૌરાષ્ટ્રની ઈકોનોમી માટે પણ ખૂબ ફાયદા કારક છે. માન.પ્રધાનમંત્રીશ્રીનાં આત્મ નર્ભરિ ભારતનાં વિચાર ને અનુરૂપ પણ છે.

સનેડાને વાહન ન ગણી, જેથી આર.ટી.ઓ. અને અન્ય મંજુરીની જરૂરીયાત ન રહે પરંતુ ખેતી માટેનું જરૂરી ઓઝાર અને ગાડુ ગણી જેમ ખતી માટે ઉપયોગી અન્ય સાધનો માટે જેવી રીતે આપણી કેન્દ્ર અને રાજયની ંસરકારો સબસીડી આપે છે. તે રીતે સનેડાને માન્યતા આપી ખેડુતોને સબસીડી આપવા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ કેન્દ્રીય રાજયકૃષિમંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબને લેખિતમાં રજુઆત કરેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/