fbpx
અમરેલી

રાજુલા જાફરાબાદમાં પહેલા વીજળી આપો પછી 10 કલાક વીજળીની જાહેરાતો કરો : ટીકુ ભાઈ વરુ

રાજુલા જાફરાબાદ સરકારની ખેડૂત લક્ષી 10 કલાક વીજળી મળશે તેવી જાહેરાત માત્ર કાગળ ઉપર રહેશે આ બે તાલુકામાં એક કલાક પણ વીજળી મળતી નથી ઉર્જા મંત્રી ખાસ કિસ્સા તરીકે રાજુલા જાફરાબાદ ક્યારે વીજળી ખેડૂતોને મળશે તે જાહેરાત કરે ટીકુ ભાઈ વરુની સરકારમાં ધારદાર રજૂઆત


જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ ચેરમેન ટીકુ ભાઈ વરુએ પીજીવીસીએલના અધિકારીઓને પત્ર પાઠવીને જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે જાહેરાત કરી કે ખેડૂતોને હવે આઠ કલાક ને બદલે દસ કલાક વીજળી મળશે પરંતુ રાજુલા-જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારમાં આઠ કલાક તો ઠીક પણ રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ખેડૂતોને વાવાઝોડાના કારણે થાંભલા પડી જવાથી એક પણ કલાક વીજળી મળતી નથી ઉલ્ટાનું આ વિસ્તારમાં હવે વરસાદ નહીં થાય તો ખેડૂતોને જે પાકવા આવેલો છે તે બળી જશે કૂવામાં પાણી હોવા છતાં ખેડૂતોને થાંભલા પડી ગયેલા હોવાથી હજી સુધી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો વીજળી ખેતીવાડીમાં કાર્યરત કરવા માટે પીજીવીસીએલની કચેરીઓ રાજુલા-જાફરાબાદ માં ખેડૂતો ધક્કા ખાય છે પરંતુ પીજીવીસીએલની અને આવડતના કારણે હજી સુધી ખેડૂતોને કૂવામાં વીજ જોડાણ મળ્યું નથી જ્યારે સરકાર કહે છે કે ખેડૂતોને ગ્રામ્ય વિસ્તારમાં ૮ ને બદલે દસ કલાક વીજળી મળશે પરંતુ આ યોજના જાફરાબાદ રાજુલા તાલુકામાં લાગુ પડશે નહીં આ વિસ્તારના ખેડૂતોને આ જાહેરાત મજાક રૂપ થશે આ પરિસ્થિતિની તપાસ કરાવી સરકાર ઊર્જા મંત્રી તાત્કાલિક ધોરણે રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ખેડૂતોને વીજળી કનેક્શન કેટલા સમયમાં પૂર્ણ થશે તેવી જાહેરાત કરવી જોઈએ ખેડૂતોને ભલે પાંચ કલાક વીજળી મળે પણ સરકારે યુદ્ધના ધોરણે રાજુલા જાફરાબાદ ખેતીવાડી ની લાઈટ આપે અને ખેડૂતોએ વાવેલો પાક બળી જવાની તૈયારીમાં છે ત્યારે ઝડપભેર જોડાણ આપવું જોઈએ અને વીજબિલ માફ કરવા જોઈએ તેવી માગણી આજે ગુજરાત પીજીવીસીએલના અધિકારીઓને પત્ર દ્વારા જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ ચેરમેન ટીકુ ભાઈ વરુ એ કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/