fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાં હિંસક દીપડાઓનાં ત્રાસથી ખેડૂતોને મુકિત આપવા માંગ

અમરેલી જિલ્‍લામાં દિન પ્રતિદિન હિંસક દીપડાઓના માણસો ઉપર થતા ભયજનક હુમલાઓથી અનેક માનવ જિંદગી મોતને ભેટી છે. માનવભક્ષી દીપડાઓનો ત્રાસ અમરેલી જિલ્‍લાના ધારી તાલુકો, ખાંભા તાલુકો, બગસરા તાલુકો, સાવરકુંડલા તાલુકો, રાજુલા અને જાફરાબાદ તાલુકાઓમાં સતત ઘટનાઓ બની રહી છે. ત્‍યારે આવા માનવભક્ષી દીપડાઓને પાંજરે પુરવા વન તંત્ર કાર્યવાહી કરે તે માટે રાજયના વન મંત્રી ગણપતભાઈ વસાવાને ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ રજૂઆત કરી છે. હિંસક દીપડાઓના હુમલાથી ખેડૂતો અને ખેત મજૂરો રાત્રી દરમિયાન ખેતી પાકોનું રક્ષણ કરતા ડર અનુભવી રહયા છે. ઉપરાંત રાત્રી દરમિયાન ખેતમજૂરો ખેતરોમાં રહેતા નથી ત્‍યારે માનવભક્ષી હિંસક દીપડાઓને તાત્‍કાલિક પાંજરે પુરવા ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ રજૂઆત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/