fbpx
અમરેલી

જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમીતીની બેઠક સંપન્ન થઇ હતી. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય સર્વ શ્રી જે. વી. કાકડીયા, શ્રી વીરજીભાઈ ઠુંમર, શ્રી પ્રતાપ દુધાત અને શ્રી અંબરીશભાઈ ડેર દ્વારા નિકાલમાં બાકી હોય તેવા ૭૮ પ્રશ્નો અને નવા ૪૬ પ્રશ્નો એમ કુલ મળી ૧૨૪ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે કલેક્ટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને સૂચનાઓ તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનને લગતા, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મળવાપાત્ર સહાય અંગેના વિવિધ પ્રશ્નો તેમજ માર્ગ અને મકાન સ્ટેટ અને પંચાયત હસ્તકના રોડ રસ્તાના પ્રશ્નો, પાણી પુરવઠા, શિક્ષણ, વીજળી, આરોગ્ય, વન વિભાગ, સીટી સર્વે, વાહન વ્યવહાર, ખાણ ખનીજ, ખેતીવાડી, બાગાયત, નગરપાલિકાઓને લગતા વિવિધ લોકપ્રશ્નો અંગે અમલીકરણ અધિકારીઓ સાથે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી અને મોટાભાગના પ્રશ્નોના હકારાત્મક નિર્ણયો કરી નિકાલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ અગાઉ છેલ્લે જાન્યુઆરી માસમાં અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

આજની બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, લાઠી પ્રાંત અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, નાયબ વન સંરક્ષકશ્રી અમરેલી, નિવાસી અધિક કલેકટર શ્રી વાળા,  અમરેલી પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, રાજુલા પ્રાંત અધિકારી શ્રી કે. એસ.ડાભી, ધારી પ્રાંત અધિકારી શ્રી ઝણકાટ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતી, પ્રોગ્રામ ઓફિસર સુશ્રી મનીષા બારોટ સહિત જિલ્લાના સબંધીત વિભાગના અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ, અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/