અમરેલી જીલ્લા માર્કેટયાર્ડ કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી દ્વારા ચેરમેન પી.પી. સોજીત્રાનું સન્માન

અમરેલી જીલ્લા માર્કેટયાર્ડ કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી દ્વારા ચેરમેન પી.પી. સોજીત્રાનું સન્માન
અમરેલી જીલ્લા માર્કેટયાર્ડ કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભા ગત તા.18/07/ર1ને રવિવારનાં રોજ નવા માર્કેટયાર્ડ અમરેલી ખાતે મળેલ હતી. જેમાં મંડળીની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી મંડળીમાં લોન, હાઉસીંગ લોન અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. મંડળીનાં પ્રમુખ પી.ડી. પંડયા અમરેલી, ઉપપ્રમુખ આર. વી. રાદડીયા સેક્રેટરી, સા.કુંડલા વી.એલ. પંડયા બાબરા, એ.એન. ઈન્દ્રોડીયા બાબરા, એચ.કે. ભટ્ટ સા.કુંડલા, ડી. સી. આચાર્ય દામનગર મંડળીના મંત્રી રમેશભાઈ પંડયા તેમજ મંડળીના સભાસદોબહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. અમરેલી જીલ્લાની માર્કેટયાર્ડ કર્મચારીઓની મંડળીમાં હાલમાં માર્કેટયાર્ડ અમરેલીનાં નવા ચુંટાયેલ ચેરમેન પી.પી. સોજીત્રા તથા વાઈસ ચેરમેન શૈલેષભાઈ સંઘાણીનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યુ હતુ તેમજ સર્વે કર્મચારીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે બજાર સમિતિ અમરેલી ડિરેકટર ચતુરભાઈ ખૂંટ, શંભુભાઈ દેસાઈ, ડિરેકટરોએ વિશેષ ઉપસ્થિત રહી મંડળી ઉતરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
Recent Comments