fbpx
અમરેલી

ધારીના પત્રકાર હસમુખભાઈ દવેનાં સ્‍મરણાર્થે નિઃશૂલ્‍ક સર્વ રોગ નિદાન મેગા કેમ્‍પ યોજાયો

ધારી મુકામે દામાણી પ્રા. શાળામાં આજરોજ ગાયત્રી ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ આયોજિત,  નિડર પત્રકાર સ્‍વ. હસમુખભાઈ દવેના સ્‍મરણાર્થે, જય અંબે મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલના માઘ્‍યમથી અને પૂ. મુકતાનંદ બાપુની પ્રેરણાથી સર્વ રોગ નિદાન કેમ્‍પ એવા મેગા કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું.

સૌ પ્રથમ સર્વરોગનિદાન કેમ્‍પની શરૂઆત પહેલાં ધારી શહેરના મહાનુભવોના વરદહસ્‍તે દિપ પ્રાગટય કરી મેગા કેમ્‍પની મંગલ શરૂઆત કરવામાં આવી. આ કેમ્‍પમાં ધારી શહેર તથા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના પીડિત દર્દીઓએ બહોળી સંખ્‍યામાં લાભ લીધો હતો.

જય અંબે હોસ્‍પિટલના તમામ રોગના નિષ્‍ણાંત તબીબો દ્વારા વિનામૂલ્‍યે નિદાન તથા વિનામૂલ્‍યે જરૂરિયાત મુજબ દર્દીઓને દવા આપવામાં આવેલ. ઉપરોક્‍તત કેમ્‍પમાં સ્ત્રીરોગ, આંખ, હાડકા, હૃદયરોગ ડાયાબિટીસ તેમજ નાના-મોટા અસાપ્રય રોગોનું નિદાન કરી સ્‍થળ ઉપર જ દર્દીઓને દવાઓ આપવામાં આવેલ.

ઉપરોક્‍તત કેમ્‍પમાં ધારી, બગસરા, ચલાલા, ખાંભા વિસ્‍તારના ધારાસભ્‍ય જે.વી. કાકડિયા, અમરેલી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ ભુપતભાઈ વાળા, ધારી તાલુકા પંચાયતના પ્રમુખ અતુલભાઇ કાનાણી, ધારી ગ્રામ પંચાયત સરપંચ જીતુભાઈ જોશી, પૂર્વ તાલુકા પ્રમુખ બિછુભાઈ વાળા, ગાયત્રી ફાઉન્‍ડેશનના ચેરમેન હિતેશભાઈ જોશી, વેપારી સંગઠનના પ્રમુખ વિનુભાઈ કાથરોટીયા, ઇલેકટ્રોનિક મીડિયાના પ્રેસ પ્રતિનિધિ ટીનુભાઇ લલીયા, પત્રકાર અરવિંદભાઈ દવે, વિસાવદર વરિષ્ઠ પત્રકાર સી.વી. જોશી, વેપારી એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ રુપારેલીયા ખાસ ઉપસ્‍થિત રહેલ.

ઉપરોક્‍તત કેમ્‍પને સફળ બનાવવા માટે ધારીના બાહોશ પત્રકાર અરવિંદભાઈ દવેના અથાગ પ્રયાસો, ધારીવેપારી સંગઠનના સહયોગથી,ગાયત્રી ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ અને જય અંબે હોસ્‍પિટલના ડોક્‍ટર્સ ટીમ સાથેના તમામ સ્‍ટાફે સારી એવી જહેમત ઉઠાવેલ. તેમ ચાપરડા હોસ્‍પિટલના ટેકનિશિયન વિભાગના રાહુલ વિકમાની અખબાર યાદી જણાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/