fbpx
અમરેલી

દિગ્જ્જ સહકારી નેતા દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા ધી ગુજરાત સ્ટેટ કો–ઓપ હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશનમાં બિનહરિફ ડિરેકટર વેકરીયાની વરણીને સાર્વત્રિક આવકાર.

ધી ગુજરાત સ્ટેટ કો.–ઓપરેટીવ હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશન લી.ના ડિરેકટર તરીકે લોકપ્રિય યુવા આગેવાન અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાની વરણીને સાર્વત્રિક આવકાર સાપડી રહયો છે.

દેશના દિગ્જજ સહકારી નેતા દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે વેકરીયાના રજુ કરાયેલ ફોર્મસ સામે અન્ય કોઈ ફોર્મસ રજુ ન થતા કૌશિક વેકરીયા બિનહરિફ જાહેર થયા હતા જેને ઉપસ્થિત સૌએ શુભકામના પાઠવી હતી. કૌશિક વેકરીયાની બિનહરિફ વરણીને જિલ્લા ભાજપના મહામંત્રીઓ, આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સહિતના સૌએ આવકારી અભિનંદન પાઠવેલ છે.

Follow Me:

Related Posts