લાઠી તાલુકા ની ૬૮ સરકારી શાળા ઓમા શિક્ષકો નું મહાઅભિયાન વર્ચ્યુઅલ વૃક્ષારોપણ માં ૨૯૫૩ વૃક્ષો રોપ્યા

વૃક્ષારોપણ કાર્યક્રમ મહાઅભિયાન આજ રોજ તા . ૨૬ / ૦૭ / ૨૦૨૧ ના લાઠી તાલુકાની તમામ સરકારી શાળાઓમાં એક સાથે વરસ્યુઅલ રીતે વૃક્ષારોપણનો કાર્યકમ એક જ દિવસે અને એક જ સમયે રાખવામાં આવેલ લાઠી તાલુકાની ૬૮ પ્રા.શાળાઓમાં કુલ ર ૯૫૩ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ આ વૃક્ષારોપણ કાર્યક્રમને અમરેલી જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઇ દુધાત અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રજાપતિ સાહેબે વર્ચ્યુઅલ સંબોઘન કરેલ . તેઓ દ્વારા લાઠી તાલુકાને અને તમામ શાળાઓને આ પ્રસંગની ખુબ ખુબ શુભેચ્છાઓ આપવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટી.પી.ઇ.ઓ.શ્રી ગોપાલભાઇ અઘેરા , બી.આર.સી. કો – ઓર્ડીનેટર શ્રી સલીમભાઇ લોહીયા તથા તાલુકા સંઘ ના પ્રમુખશ્રી હિતેષભાઇ સોરઠીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ ,
Recent Comments