fbpx
અમરેલી

કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાની બાબરા, લાઠી અને અમરેલી ખાતે ભવ્ય જન આશીર્વાદ યાત્રા

જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત સન્માનમાં મોમેંટો જેવી વસ્તુઓ આપવાને બદલે નોટબુક આપવમા આવી. જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવી શકે. રૂપાલા સાહેબે અભિગમને આવકારતા કહ્યું કે આ પ્રયોગ દરેક જગ્યાએ થવો જોઈએ કારણ કે આ નોટબુક વિદ્યાર્થીઓના કામમાં આવે છે.


અમરેલીની ધરાનું રતન અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાનો આરંભ જગત જનની મા ઉમિયાના તીર્થ ધામ ઊંઝાથી થયો અને એ યાત્રા અમરેલી જિલ્લામાં આજરોજ આવી હતી. રૂપાલા સાહેબની જન આશીર્વાદ યાત્રાનું નગરે નગરે ભાતીગળ, સાંસ્કૃતિક અને અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રામાં રૂપાલા સાહેબે વિવિધ તીર્થસ્થાનોમાં દર્શન કર્યા હતા. જનતાના આશીર્વાદ મેળવ્યા હતા તો ખેડૂતો, વેપારી, સામાજિક આગેવાનો અને સંતોએ સન્માનિત કરી આશીર્વાદ પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જન આશીર્વાદ યાત્રા દરમિયાન રૂપાલા સાહેબે કોરોના રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. સાથે પ્રધાનમંત્રી
ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અન્ન વિતરણ કર્યું હતું.


આ તકે રાજ્યના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ કિસાન મોરચા પ્રમુખ હિતેશભાઈ પટેલ, ગુજરાત મ્યુનસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન જલ્પેશભાઈ મોવલિયા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રીઓ ભુપેન્દ્રભાઈ બસિયા, શ્રી રાજેશભાઇ કાબરિયા, શ્રી પીઠાભાઈ નકુમ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/