fbpx
અમરેલી

અમરેલી સહિત અલગ-અલગ જિલ્‍લાઓમાં પવનચકકીઓમાં વાયરની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ

અમરેલી સહિત ગુજરાતનાં અલગ-અલગ જિલ્‍લાઓમાં પવનચકકીઓમાંથી કોપર વાયરની ચોરી કરતી ગેંગનાં સક્રિય પાંચ ઈસમોને કોપર વાયર, ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતી ફોરવ્‍હીલસહિત કુલ કિંમત રૂા. 3,01,460નાં મુદામાલ સાથે પકડી પાડી 14 જેટલી ચોરીઓ અમરેલી એલસીબીએ ડીટેકટ કરેલ છે.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જિલ્‍લામાં બનવા પામેલ મિલ્‍કત સબંધી વણશોધાયેલ ગુન્‍હાઓનો ભેદ ઉકેલી, આરોપીઓને પકડી પાડવા તથા ચોરીનો મુદાાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલ્‍કત પાછી મળી રહે તે માટેના સઘન પ્રયત્‍નો હાથ ધરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.

અમરેલી એલસીબી ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા, પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર પી.એન. મોરી તથા એલસીબી ટીમ ઘ્‍વારા પવનચકકીઓમાંથી અર્થિંગ માટેના કોપર વાયરની ચોરી કરી, વેચાણ માટે નીકળેલ ચોર ઈસમો અંગેની મળેલ બાતમી આધારે બાબરા ટાઉનમાં નીલવડા રોડ ઉપર જીઆઈડીસી પાસે વોચ ગોઠવી પાંચ ઈસમોને ચોરીના કોપર વાયર તથા કોપર વાયરની ચોરીઓ કરવા માટે ઉપયોગમાં લેવાતી ફોરવ્‍હીલ કાર સહિત પાંચ ઈસમોને પકડી પાડવામાં આવેલ છે.

બાબરા તાલુકાનાં સુખપર ગામનો રહીશ સંજયભાઈ વસ્‍તાભાઈ મકવાણા પોતાના હવાલાવાળી ોબ્‍ઝય્‍દ્યમ્‍ચ્‍બ્‍ શથ્‍:િ ફોરવ્‍હીલ કારમાં તેના સાગરીતો સાથે પવનચકકીમાંથી અર્થિંગ માટેના કોપર વાયરની ચોરી કરી બાબરા ટાઉનમાં વેચવા માટે આવે છે. તેવી બાતમી હકીકત આધારે એલસીબી ટીમ ઘ્‍વારા બાબરા ટાઉનમાં બાબરા-નીલવડારોડ ઉપર આવેલ જીઆઈડીસી પાસે વોચ ગોઠવતા બાતમીવાળી ફોરવ્‍હીલ કારમાં પાંચ ઈસમો ચોરી કરી મેળવેલ કોપર વાયર સાથે પકડાઈ ગયેલ.

પકડાયેલ આરોપીઓ (1) સંજય વસ્‍તાભાઈ મકવાણા (ઉ.વ. ર7) રહે. સુખપર, તા. બાબરા. (ર) ભરત વસ્‍તાભાઈ મકવાણા (ઉ.વ. ર4) રહે. સુખપર, તા. બાબરા. (3) સાગર વસ્‍તાભાઈ મકવાણા (ઉ.વ. ર1) રહે. સુખપર, તા. બાબરા. (4) રાજે ઉર્ફે રાજી કેશુભાઈ ચાવડા (ઉ.વ. ર3) રહે. વાવડા, તા. બાબરા. (પ) નિલેશભાઈ રમેશભાઈ મકવાણા (ઉ.વ. ર7) રહે. ઉંટવડ, તા. બાબરા.

પકડાયેલ મુદામાલમાં પવનચકકીઓમાં અર્થિંગ માટે ઉપયોગમાં લેવાતો કોપર વાયર લંબાઈ-80 મીટર કિંમત રૂા. 81,600, મોબાઈલ ફોન નંગ-4 કિંમત રૂા. ર0, 000, લોખંડનું તિક્ષ્ણ ધારદાર વાયર કટર (પકકડ) કિંમત રૂા. 100, (4) ોબ્‍ઝય્‍દ્યમ્‍ચ્‍બ્‍ શથ્‍:િ ફોરવ્‍હીલ કાર રજી. નંબર જી.જે.- 03-સીઆર 7રપ9 કિંમત રૂા. ર,00,000 મળી કુલ કિંમત રૂા. 3,01,460નો મુદામાલ.

ઉલ્‍લેખનીય છે કે, ઉપરોકત ચોર ટોળકી ડીટેકટ થયેલ ગુનાઓ પૈકી રજી. થયેલ ગુનાઓમાં ચોરી કરેલ કેબલ વાયરની કિંમત રૂા. 9,39,760 થાય છે. આ ચોર ટોળકીએ ઉપરોકત વિગતે અમરેલી, રાજકોટ ગ્રામ્‍ય, બોટાદ, દેવભૂમિ દ્વારકા તથા કચ્‍છ જિલ્‍લાઓમાં ગુનાઓ કરેલ છે. આ સિવાય તેઓએ અન્‍ય કોઈ જગ્‍યાઓએ ચોરી કરેલ છે કેકેમ ? તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ પાંચેય ઈસમો તથા ફોરવ્‍હીલ અને ચોરીનો મુદામાલ આગળની કાર્યવાહી માટે બાબરા પોલીસ સ્‍ટેશનમાં સોંપેલ છે.

Follow Me:

Related Posts