fbpx
અમરેલી

અમરેલીનાં ક્રિકેટરો સૌરાષ્‍ટ્રની ટીમમાં પસંદગી પામ્‍યા

સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ઈન્‍ટર ડિસ્‍ટ્રીકટ અન્‍ડર-16 ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં અમરેલી જિલ્‍લાની ટીમનું ખૂબ જ સારા પ્રદર્શનના કારણે અમરેલી ડિસ્‍ટ્રીકટ ક્રિકેટ ટીમના તથા સમર્થ ક્રિકેટ એકેડેમીના ખેલાડી સૌમ્‍ય સૌર”ાઈ કેલૈયા તથા પ્રેમ મયુરભાઈ ગોરખીયાની સૌરાષ્‍ટ્રની ક્રિકેટ ટીમમાં પસંદગી થયેલ છે. આ બન્‍ને ખેલાડી સૌરાષ્‍ટ્ર અન્‍ડર-16ની ટીમમાંથી રિલાયન્‍સ જી-વન ટ્રોફી રમવા જશે. આથી અમરેલી ડિસ્‍ટ્રીકટ ક્રિકેટના તમામ હોદેદારો પી.પી. સોજીત્રા, અર્જુનભાઈ સોજીત્રા તથા શૈલેષભાઈ સંઘાણી, દાદાબાપુ ચીસ્‍તી તથા અન્‍ય હોદેદારોએ આ બન્‍ને ખેલાડી તથા કોચ મયુર ગોરખીયાને ઉતરોતર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભેચ્‍છાઓ આપેલ છે. તથા અમરેલીજિલ્‍લાનું નામ રોશન કરે.

Follow Me:

Related Posts