fbpx
અમરેલી

લાઠીમાં વીર હમીરજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા શસ્ત્ર પૂજન અને સન્માન સમારોહ યોજાઈ ગયો

લાઠી કીર્તિ કોટેજ ખાતે વિર હમીર સિંહ ટ્રસ્ટ દ્વારા શસ્ત્ર પૂજન  અને સન્માન સમારોહ ડો. બલભદ્રસિંહ  ચુડાસમા નાઅધ્યક્ષતામાં યોજાઇ ગયો


 આ પ્રસંગે અમરેલી નગરપાલિકાના પ્રમુખ મનિષાબેન રામાણી ઉપપ્રમુખ રમાબેન નરેશભાઈ મહેતા કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા લાઠી નગરપાલિકાના પ્રમુખ મનિષાબેન ભરતભાઈ પાડા ઉપપ્રમુખ ભાનુબેન રાજુભાઈ મોતીસરિયા ચેરમેન નરેન્દ્ર સિંહ ગોહિલ નું સન્માન તેમજ તેમના વરદ હસ્તે શસ્ત્રપૂજન કરવામાં આવેલ   આ પ્રસંગે  ખાસ વિશ્વ હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ડો. ભાનુભાઈ કિકાણી ,અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઈ ડેર,વિજયસિંહ ગોહિલ, ભીખુભાઈ અગ્રાવત તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અશ્વિનભાઈ પ્.પુ વેદી હસુભાઈ  દુધાત,નયનભાઈ દવે , જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ સુતરીયા, કનકભાઈ પટેલ, રાજુભાઈ ભૂતૈયા વગેરે ખાસ હાજરી આપેલ વક્તાઓ એ  લાઠીમાં હમીરજી ગોહિલ સર્કલ અને ટેચયુ બનાવવવા તેમજ દેદુમલ  ની વાત લોકો સમક્ષ લઈ જવા નું આહવાન કરેલ .  ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભરતભાઈ પાડા એ સ્વાગત રાજુભાઈ રીજીયા એ આભારવિધિ અનેકાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના પ્રમુખ ઈતેશભાઈ મહેતા કરેલ. કાર્યક્રમ ને સફળ બનાવવામાં  ઉપપ્રમુખ મનુભાઈ ગોસાઈ ,હરેશભાઈ પઢિયાર ,જયેશભાઈ,રમેશભાઈ,શાંતિભાઈ,ધીરુભાઈ , વગેરે જહમત ઉઠાવેલ

Follow Me:

Related Posts