fbpx
અમરેલી

અમરેલી આર ટી આઈ કાર્યકર નાથાલાલ સુખડીયા ની સામાન્ય વહીવટ વિભાગ માં રજુઆત ૭૦ ઉપરની વય ધરાવતા કર્મચારી ઓને નિવૃત કરો

અમરેલી અધિક મુખ્ય સચિવશ્રી ગુજરાત રાજ્ય  સામાન્ય વહીવટ વિભાગ માં આર ટી આઈ કાર્યકર નાથાલાલ સુખડીયા ની રજુઆત ૭૦ વર્ષ ઉપર કર્મચારી ઓને નિવૃત કરો ની માંગ  ગુજરાત સરકારમાં નિવૃત્તિના વર્ષો બાદ સરકારી મહત્વના ખાતાઓમાં રાજકીય ઓથાર નીચે ચીપકી રહેલ ઉચ્ચ અધિકારીઓને સેવાનિવૃત્તિ કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા  ગુજરાત રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના સિવિલ સર્વિસ ૧૯૭૧ ના વખતો વખતના ઠરાવો  કાયદાઓ નિયમો અને નીતિઓના આધારે સરકારી અધિકારી કર્મચારીની સેવા વય મર્યાદા નક્કી થયેલ છે જેના મુખ્ય કારણો આરોગ્ય યાદશક્તિ  દ્રષ્ટિ વિગેરે કારણોસર ૫૮ વર્ષ અને ૬૦ વર્ષ નિવૃત કરવામાં આવે છે . અને ત્યારબાદ વધુ સેવા માટે ૬૨ વર્ષ અને ૬૪  વર્ષ સુધી વિશેષ સેવામાં લેવામાં આવે છે . પરંતુ ગાંધીનગર સચિવાલયમાં અનેક અધિકારીઓ એવા છે કે જે ૭૦ વર્ષથી વધુ ઉંમરને પાર કરી ગયેલ છે અશક્ત છે પરાધીન છે છતાં પણ રાજકીય ઓથારતળે આવા લોકોને લાખો રૂપિયાનો પગાર ચૂક્વવામાં આવે છે . જેમકે પાંજરાપોળની માફ્ક ગઢપણ પળતા હોય તેઓ અહેસાસ થાય છે . વર્તમાન ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી યુવાનોએ વર્તમાન યુગને ધ્યાને લઈ યુવાશક્તિને કામમાં આગળ વધારવા સતત પ્રયત્નશીલ છે . ત્યારે આ બાબત ધ્યાને મુકવા માટે અધિકારીઓના નામ ( ૧ ) શ્રી બી.એન નવલાવાલા IAS ( td ) જન્મ તા , ૧૫/૪/૧૯૪૨ હોદ્દો માનનીય મુખ્યમંત્રીશ્રીના સલાહકાર નિવૃત વર્ષ ૨૦૦૨ ઉંમર વર્ષ ૮૦ ( ૨ ) શ્રી જે પી મોઢા જન્મ તા ૬/૧૧/૧૯૫૧ સંયુક્ત સચિવ મુખ્યમંત્રીશ્રી કાર્યાલય નિવૃત વર્ષ ૨૦૦૯ ઉંમર વર્ષ ૭૧ ( ૩ ) શ્રી પરિમલ શાહ જન્મ તારીખ ૧૬/૧૦/૧૯૫૫ સંયુક્ત સચિવશ્રી મુખ્યમંત્રી કાર્યાલય નિવૃત્ત વર્ષ ૨૦૧૩ ઉંમર વર્ષ ૬૭ વર્ષ ( ૪ ) શ્રી ડી એમ પટેલ જન્મ તા ૫/૬/૧૯૫૩ સચિવશ્રી ગુજરાત વિધાનસભા નિવૃત્ત વર્ષ ૨૦૧૧ ઉંમર વર્ષ ૬૯ ( ૫ ) શ્રી સી જે ગોટી જન્મ તા ૪/૯/૧૯૫૫ સંસદીય સચિવશ્રી નિવૃત ૨૦૧૩ ઉંમર વર્ષ ૬૭ ( ૬ ) શ્રી અશોક માણેક જન્મ તા ૨૫/૧૨/૧૯૫૫ અધિક મુખ્ય નિર્વાસન અધિકારીશ્રી નિવૃત ૨૦૧૩ ઉંમર વર્ષ ૬૭ ( ૭ ) શ્રી એસ એસ રાઠોર IAS ( RTD ) જન્મ તા ૧૫/૦૩/૧૯૫૬ નિવૃત્તિ ૨૦૧૫ ઉંમર વર્ષ ૬૫ મેનેજિંગ ડિરેક્ટર રેલ પ્રોજેક્ટ નિવૃત્ત ૬૫ ( ૮ ) શ્રી વિજય બી બધેકા જન્મ તા ૧૦/૦૯/૧૯૫૨ અધિક સચિવશ્રી કાયદો અને વ્યવસ્થા -૨ નિવૃત ૨૦૧૦ ઉંમર વર્ષ ૭૦ ( ૯ ) શ્રી કે કૈલાસનાથન IAS ( Rtd ) જન્મ તા ૨૫/૫/૧૯૫૩ મુખ્ય અગ્ર સચિવ મુખ્યમંત્રીશ્રીના નિવૃત્તિ ૨૦૧૩ ઉંમર વર્ષ ૬૯ તેમજ થોડા દિવસ પૂર્વે ( ૧૦ ) શ્રી એમ કે જાદવ જન્મ તા , ૨૫ / ૦૫ / ૧૯૫૭ સચિવશ્રી જળસંપતિ નિવૃત્ત ૨૦૧૫ ઉંમર વર્ષ ૬૫ . આમ ગાંધીનગર ખાતેના નવા સિંચવાલય અને જુના સચિવાલય અને રાજસ્તરેની અનેક સરકારશ્રીની ઓફિસોમાં સેવાનિવૃત્તિ બાદ રાજકીય તેમજ વહીવટી ગોઠવણીમાં જાહેર અધિકારીઓ આજીવન નોકરીમાં હોય એવો અહેસાસ થાય છે . તો આ બધી જ બાબતો વર્તમાન પરિસ્થિતિમાં ખુબ જ ધ્યાને લેવા જેવી બાબત છે . કે જો આમ લાખો રૂપિયાના પગારો છતાં જનતા કે સરકારના કામો જૈસે થે રહેતા હોય છે . તો આ બાબતો ગંભીર સમજી નવયુવાનો અને વહીવટ કુશળ અને બેરોજગારી ને ધ્યાને લઇ ન્યાયના અને જનતાના હિતમાં સત્વરે આ વર્ષોથી ચીપકી રહેલ અધિકારીઓ અને કર્મચારીઓનો સર્વે કરી સત્વરે ઘટતું થવા મારી પ્રધાન મંત્રી કાર્યાલય સુધી આ રજૂઆત કરેલ છે 

Follow Me:

Related Posts