fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આજરોજ ધનતેરસ નિમિત્તે સોના ચાંદીના આભૂષણો ખરીદવા માટે લોકોની ભીડ જામી

સાવરકુંડલા શહેરમાં આજરોજ ધનતેરસ નિમિત્તે સોના ચાંદીના આભૂષણો ખરીદવા માટે લોકોની ભીડ જામી.. દિવાળીનો માહોલ હવે ધીમે સર્જાયો છે. ફટાકડા માર્કેટમાં પણ લોકો ફટાકડા ખરીદતાં જોવા મળેલ. બૂટ ચપ્પલ, કપડાં પણ આજે ઘરાકી જોવા મળી હતી છે

ધનતેરસનો મહિમા અનેરો, લોકો સોના ચાંદીના આભૂષણો ખરીદી શુકન કરતાં જોવા મળે છે.       

 સાવરકુંડલા શહેરમાં દિવાળીનાં દિવસો શરૂ થયાં.. ખાસ કરીને ફટાકડાની ઘરાકી દેખાઈ.. ગયા સાલ કરતા આ સાલ લગભગ દસ ટકા ભાવ વધારો થયો છે તેવું ફટાકડા માર્કેટમાંથી જાણવા મળ્યું.. સાવરકુંડલા શહેરમાં ઓણ ફટાકડાની ઘરાકી ગઈ સાલ કરતાં થોડી વધુ જોવા મળે છે. ફટાકડા ભલે મોંઘા હોય પરંતુ લોકો તોકતે વાવાઝોડાનો આઘાત વિસરીને પણ  દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા ખરીદતાં જોવા મળે છે. ખાસકરીને બાળકો અને યુવાનો માટે તો આ ફટાકડા એટલે સ્વર્ગીય આનંદ હોય લોકો ઉછીના ઉધાર કરીને પણ ફટાકડા ખરીદતાં જોવા મળે છે. જો કે અન્ય બૂટ ચપ્પલ, કપડાં વગેરે તહેવારે નીકળતા ઘરાકીની  હજુ શરૂઆત થઈ છે. આજે ઘનતેરશ નિમિત્તે લોકો સોના ચાંદીના આભૂષણો ખરીદતાં જોવા મળેલ છે. એકંદરે ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે ભૂતકાળને ભોંમાં ભંડારીને લોકો એક નવી ચેતના સાથે જીવનની શરૂઆત કરતાં જોવા મળે છે.આ સંદર્ભે કરિયાણાની દુકાનમાં પણ ઘરાકી જોવા મળી રહી છે

(બિપીન પાંધી દ્વારા) 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/