fbpx
અમરેલી

પશુઓ માટે આશીર્વાદ સમાન 1962 એનિમલ હેલ્પલાઇન ના દસ ગામ દિઠ ફરતા પશુ દવાખાના દ્વારા બળદ ના શીંગડા નુ નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું

ગૂજરાત સરકારના પશુ પાલન વિભાગ દ્વારા ચાલતુ અને જી.વી.કે. ઈ.એમ.આર.આઇ. દ્વારા સંચાલિત દસ ગામ દિઠ ફરતા પશુ દવાખાના દ્વારા અમરેલી જિલ્લા ના જાફરાબાદ તાલુકા ના હેમાળ લોકેશન ના લોર ગામ નો કેસ મળતા પશુ ચિકિત્સક ડો. યશ બામટા અને ડો. સુરેશ કુમાર તેમજ તેમના સાથી પાયલોટ કમ ડ્રેસર રામકુભાઈ વરું અને  પ્રતાપભાઈ બોરીચા કેસ મા જવા નીકળી ગયા લોર ગામ ના રહેવાસી ગૌતમભાઈ વરું દ્વારા કેશ નોંધવામાં આવ્યો હતો સ્થળ પર પોહોચી તપાસ કરતા જાણવા મળ્યું કે એક બળદ ને સિંગડા મા સડો છે અને તે પીડાય રહ્યુ છે વધુ તપાસ કરતા બળદ ને સિંગડાનુ ઓપરેશન કરવાની જરૂર પડે તેમ હતી જેથી પશુ ચકિત્સક ડો. યશ બામટા અને ડો. સુરેશ કુમાર અને પાઇલોટ કમ ડ્રેસર રામકુભાઇ વરુ અને પ્રતાપભાઈ બોરીચા એમ 1962 ની ટીમ દ્વારા બળદ ના સિંગડાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું, તેમજ સરકાર દ્વારા ચાલતી મફત સર્વીસ હોય જેથી મફત ઓપરેશન તેમજ દવાઓ પણ મફત મા આપવામા આવી હતી તે થી બળદ ના માલિક ગૌતમભાઈ વરું ના બળદ નો જીવ બચાવવા બદલ પશુ ચિકત્સક નો આભાર માનવામા આવ્યો હતો. આમ 10 ગામ દિઠ ફરતા પશુ દવાખાના દ્વારા સફળ ઓપરશન કરી બળદ નો જીવ બચાવવામાં આવ્યો હતો અને પશુ ચિકિસ્તક ડો.યશ બામટા અને ડો.સુરેશ કુમાર તથા પાયલોટ કમ ડ્રેસર પ્રતાપભાઈ બોરીચા અને રામકુભાઈ વરું દ્વારા સારી કામગીરી બદલ જીલ્લા પ્રોગ્રામ મેનેજર શ્રી ડો. જતીન સંચાણીયા તેમજ જીલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી અમાનતઅલી નકવી દ્વારા સારી કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.આમ અનેક પશુઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલ 1962 એનિમલ હેલ્પ લાઇન નો ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરી અબોલ પાશુઓ ના જીવ બચાવવા મા મદદરૂપ થવા અપીલ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/