fbpx
અમરેલી

અમરેલીમાં ધો.10-12ની એકમ કસોટીના પેપર ફુટવાની વાત માત્ર અફવા, શિક્ષણ અધિકારીએ કર્યો ખુલાસો

ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડની ચર્ચાએ જોર પકડ્યું છે. અમરેલીમાં ધો.10 અને 12ની એકમ કસોટી-2ની પરીક્ષા લેવાય તે પહેલા પેપર ફૂટ્યું હોવાના સ્કિનશોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતા. જોકે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આ સ્ક્રિનશોર્ટ ખોટા છે. વાયરલ પેપર અને ઓરીજનલ પેપર એકદમ અલગ છે.

રાજ્યમાં પોલીસ ભરતીનું પેપર ફૂટવાના કાંડ બાદ હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી ધો.10 અને 12ની એકમ કસોટી-2નું પેપર અમરેલી રાજુલા વિસ્તારમાંથી ફૂટ્યાના સ્ક્રિન શોર્ટ સોશયલ મીડિયમાં વાયરલ થયા હતા. જેમા એકમ કસોટી-2 ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર અને ધોરણ 12ના પેપરના સ્ક્રિન શોર્ટ વાયરલ થયા હતા. જે પેપર સેંકડો વિધાર્થીઓ પાસે પહોંચ્યું હોવાની વાતને લઈ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ અંગે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પ્રજાપતિએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, ઓરીજનલ પેપર અને વાયરલ પેપર અલગ છે. એક ખાનગી વેબસાઈટ પરથી વાયરલ પેપર ડાઉનલોડ થયું હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવાઅ રહ્યું છે. આ વિદ્યાર્થીઓને ગેર માર્ગે દોરવાનો પ્રયાસ હોય શકે છે. વાયરલ પેપરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના લોગોનો પણ ઉપયોગ કર્યો છે આવી પ્રવૃત્તિ રોકવા માટે અમે તપાસ કરીશુ.

આજે જે પેપર હતું તેની પીડીએફ વોટ્સઅપના કોઇ ગૃપમાં મૂકાઇ હતી. જે ગૃપમાં શિક્ષકોથી લઈને ઉચ્ચ કર્મચારીઓ સામેલ હતા. પેપર લીક થયાનો ગણગણાટ થયા બાદ પીડીએફ ડીલિટ કરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલ આ મુદ્દે કોઈ પુષ્ટિ મળી નથી. શિક્ષણ અધિકારીએ પેપર ન ફૂટયા હોવાની સ્પષ્ટતા કર્યા બાદ પણ તપાસનો ધમધમાટ ખાનગી રાહે ચાલી રહ્યો છે તે પણ જાણવા મળી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/