fbpx
અમરેલી

સાવરકુંડલાના ઉદ્યોગપતિ યુવાન કે જે અનેક વિવિધ ક્ષેત્રે સંકળાયેલા કરસનભાઇ ડોબરિયા પોતાનો જન્મદિન માનવ મંદિર ની ૬૦ બહેનો ને સ્પેશિયલ બસ દ્વારા પોતાના ઘરે બોલાવી રસ પુરી નું ભોજન કરાવી ઉજવ્યો

સાવરકુંડલા થી ૫ કિલોમીટર દૂર હાથસણી રોડ  ઉપર આવેલ મનોરોગી આશ્રમ માનવ મંદિર ભક્તિ બાપુની નિશ્રામાં ચાલે છે આ આશ્રમમાં હાલમાં ૬૦ જેટલી નિરાધાર મનોરોગી બહેનો ભક્તિ બાપુ ના સાનિધ્યમાં નિશુલ્ક સારવાર લઈ રહી છે અને સો જેટલી મનોરોગી બહેનો સાજી થઈ પોતાના પરિવારને મળી ચુકી  છે આવી અમૂલ્ય સેવા કરનાર ભક્તિ બાપુને સાવરકુંડલાના યુવાન ઉદ્યોગપતિ કરસનભાઈના ડોબરીયા કેજે સાવરકુંડલા લાયન્સ ક્લબના પ્રમુખ છે તાલુકા હીરા ઉદ્યોગ ના પ્રમુખ અને ખોડલધામ સમાધાન પંચ માં પણ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહેલા છે તેમણે આવીને બાપુના રજૂઆત કરી કે મારે મારો જન્મદિવસ આ ચોસઠ જોગણી સમાન માતાજી ઓને ભોજન કરાવીને ઉજવણી કરવી છે અને એ પણ આ આશ્રમમા નહિ એને મારા ઘરે પધરામણી કરી ને પરિવાર સાથે આ માતાજીઓ ને મારે જમાડવી છે ત્યારે તેમણે સાવરકુંડલા થી ખાસ સ્પેશિયલ બસ માનવ મંદિર એ મોકલી અને સાવરકુંડલાના વજલ પરામાં રહેતા કરસનભાઇ ડોબરિયા અને તેમના પરિવારે આ માનવ મંદિરની મનોરોગી 60 જેટલી બહેનો અને પૂજ્ય ભક્તિ બાપુનું ઢોલ વગાડી વાજતે ગાજતે  સ્વાગત કરી તેમના પરિવારે તિલક-ચાંદલો કર્યા અને ફૂલને વધાવીને આ મનોરોગી બહેનોનું અદકેરૂ સ્વાગત કર્યું આમ શ્રદ્ધા અને ઉત્સાહથી સમગ્ર પરિવારે આ બહેનોને પ્રેમથી ભાવતા ભોજન પીરસી અને ખવડાવ્યા . મનોરોગી બહેનોએ પણ કરસનભાઇ ડોબરિયા ના જન્મદિવસે માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ પણ આપ્યા છેલ્લા નવ વર્ષથી ચાલતું આ માનવ મંદિર માં અનેક લોકો અને સેવકો યથાશક્તિ સેવા અને દાન ભેટ આપે છે દૂરથી અને સાવરકુંડલામાંથી પણ આ બહેનોને ભોજન કરાવવા માનવ મંદિરે આવે છે પરંતુ પોતાને ઘેરે સાવરકુંડલામાં આ બહેનોને લઈ જઈને ભોજન કરાવ્યું હોય તેઓ આ પહેલો પ્રસંગ છે જેનો બાપુને પણ ખુબ રાજીપો છે.. કરસનભાઇ ડોબરિયા અને તેમના તેમના ભાઈઓ અને સમગ્ર ડોબરિયા પરિવાર તેમજ મિત્ર મંડળ આ મનોરોગી બહેનો સાથે વાતચીત કરી આનંદ કર્યો ગીતો ગાયા અને મનોરોગી બહેનોના જીવનમાં સમગ્ર ડોબરિયા પરિવારે એક નવો ઉજાસ અને નવો ઉમંગ ભરવાનો છે પ્રયત્ન કર્યો છે તે ખરેખર સરાહનીય છે અનુકરણીય છે અને કરસનભાઇ ડોબરિયા એવું જણાયું કે જન્મદિવસે લોકો મોટી પાર્ટીઓને ધામધૂમ કરતા હોઈ છે પરંતુ અહીં નજીકમાં જ  માનવ મંદિર ની ચોસઠ જોગણીઓને મારા ઘેર બોલાવીને મારે અહીંયા ભોજન કરાવવું છે અને પૂજ્ય ભક્તિ બાપુએ તેમનું આ આમંત્રણ સ્વીકારી અહીંયા પધરામણી કરાવવા બદલ તેમનો પણ ખુબ ખુબ આભાર માન્યો હતો અને આ પ્રસંગે કરસનભાઈના ભાઈઓ ઘનશ્યામભાઈ ભનુભાઈ અને હિંમતભાઈ તેમજ  લાયન્સ ક્લબના દેવચંદભાઈ કપરા કમલેશભાઈ શેલાર હિતેશ ભાઈ સરૈયા એડવોકેટ અશોકભાઈ સોસા અશોકભાઈ અગ્રાવત સહિતના મિત્ર મંડળ ખાસ ઉપસ્થિત રહી મનોરોગી બહેનોની આગતાસ્વાગતા અને સેવામાં ખડે પગે રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/