fbpx
અમરેલી

અમરેલીમાં ૧૬મા રાષ્ટ્રીય આંકડાકીય દિવસની ઉજવણી સંપન્ન

૧૬મા રાષ્ટ્રીય આંકડાકીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ભારત સરકારશ્રી દ્વારા વર્ષ – ૨૦૦૭ થી પ્રો.પી.સી.મહાલનોબીશના જન્મ દિવસ ૨૯ જૂનને ” રાષ્ટ્રીય આંકડાકીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુવાનોમાં આંકડાકીય તથા અર્થશાસ્ત્રીય કામગીરી વિશે જાગૃત્તિ ફેલાવવાનીતિ ઘડતરના કામમાં આંકડાકીય કામગીરીનો સુચારુ ઉપયોગ કેવી રીતે કરવો એ માટેના પ્રો.પી.સી.મહાલનોબીશના સ્વપ્નને સાકર કરવાના હેતુ હતો. આ અંગે જિલ્લા પંચાયતની આંકડા શાખાના અધિકારી અને કર્મચારીઓ દ્વારા આ વિશે વિગતવાર કરવામાં આવી હતી આ ઉપરાંત જિલ્લામાં ફરજ બજાવતા તમામ સંશોધન મદદનીશ તેમજ આંકડા મદદનીશની તેમની કામગીરી બિરદાવવામાં આવ્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરુવે આંકડા શાખાના અધિકારી-કર્મચારીઓને પ્રશસ્તિ પ્રમાણપત્ર આપી  સન્માન કર્યુ હતુ. તાલુકાની આંકડાકીય રૂપરેખા પુસ્તકનું વિમોચન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.

જિલ્લા ગ્રામ વિકાસ ગ્રામ નિયામકશ્રી, અમરેલી જિલ્લા આયોજન અધિકારીશ્રી,   જિલ્લા પંચાયતના તમામ શાખાધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેકમ, પંચાયત), જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પ્રોગ્રામ ઓફીસરશ્રી , જિલ્લા પશુપાલન અધિકારીશ્રી , જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી , જિલ્લા મલેરીયા અધિકારીશ્રી , હિસાબી અધિકારીશ્રી , સમાજ કલ્યાણ અધિકારીશ્રી તેમજ કાર્યક્રમના આયોજક જિલ્લા આંકડા અધિકારીશ્રી દિપીકાબેન વસાવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/