fbpx
અમરેલી

અમરેલીના દેવળકી ગામના પ્રગતિશીલ ખેડૂતે ખારેકની પ્રાકૃતિક ખેતી કરી સફળતાની મીઠાસ ચાખી

ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂત અને ખેતીને સમૃદ્વ કરવા દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું છેત્યારે અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે પ્રવાહથી વિપરીત જઈને કુંકાવાવ તાલુકાના દેવળકી ગામે ખારેકની પ્રાકૃતિ ખેતી કરી અને સફળતાની મીઠાસ ચાખી છે. આશરે એક હેક્ટરમાં ખારેકનાં ૧૨૦ રોપાં વાવી અને એક હેક્ટરમાંથી અનેકગણું ઉત્પાદન મેળવી સફળતાનો સ્વાદ ચાખ્યો છે. આ સાથે જ પારંપરિક ખેતી કરતાં ખેડૂતોને નવો ચીલો ચાતરવાની અને પ્રવાહની પેલે પાર જઈને સફળ થવાની દિશા બતાવી છે. સરકારના ખેતીવાડી વિભાગબાગાયત વિભાગ અને આત્મા પ્રોજેક્ટના સહકાર અને માર્ગદર્શન દ્વારા ખેડૂતશ્રી સંજયભાઈ જિલ્લાનાં અનેક ખેડૂતો માટે પથદર્શક બન્યા છે.

           અમરેલી જિલ્લાના મુખ્ય વાવેતરોથી વિપરીત ખારેકની ખેતી કરવાનો વિચાર કેવી રીતે આવ્યોએ વિશે માહિતી આપતા શ્રી સંજયભાઈ જણાવે છે કેસાતેક વર્ષ પહેલાં મને જ્યારે અલગ પ્રકારની ખેતી કરવાનો વિચાર આવ્યો ત્યારે મેં અનેક બાગાયતી ખેતી વિશે માહિતી મેળવી હતી. અમરેલીમાં ખારેકની ખેતી સફળ ન જાય તેવો ડર રાખ્યા વગર મેં સરવે શરૂ કર્યો. આખરે મુંદ્રાથી ઈઝરાયેલની બારાહી પ્રકારની ખારેકના રોપાં મંગાવી અને મેં વાવ્યાં હતા. આ ખેતી કરવા માટે મને બાગાયત વિભાગ તરફથી પ્રતિ છોડ રૂપિયા ૧૨૫૦ સબસિડી મળી હતી અને આત્મા પ્રોજેક્ટ‘ અંતર્ગત જરૂર પડે વૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન મળતું હતું.

          વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન કર્યુ છેત્યારે ખેડૂત સંજયભાઈ ડોબરીયાની પ્રેરણાદાયી કહાણી આ આહવાનને ચરિતાર્થ કરે છે. તેઓ જણાવે છે કેસંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી દ્વારા ખારેકની ખેતીમાં એક હેક્ટરમાંથી હું આશરે ૭.૫૦ લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યો છું. ગામમાં જ્યારે આ ફળ ૫૦-૬૦ રૂપિયા કિલોના ભાવથી વેચાતું હોય છેત્યારે મને ઘરબેઠા ૧૦૦ રૂપિયા કિલો જેટલો ભાવ મળી રહ્યો છે.

         સંજયભાઈ ડોબરીયા ખરા અર્થમાં પ્રગતિશીલ ખેડૂત છે. તેમણે ખારેક સાથે સીતાફળજમરૂખની ખેતી પણ કરી છેજ્યારે આંતરપાક તરીકે મગફળી અને શાકભાજી વાવ્યાં છે. અમરેલીમાં ખેતીવાડી વિભાગ,બાગાયત વિભાગ અને આત્મા પ્રોજેક્ટ‘ ખેડૂતોને આ પ્રકારની ખેતી માટે પૂરતો સહયોગ અને મદદ કરે છે. આત્મા પ્રોજેક્ટ‘ અમરેલીના ડાયરેક્ટર શ્રી ભાવેશભાઈ પીપળીયાએ આ અંગે જણાવ્યું કેખારેકની ખેતી કરવી સાહસિક છે. સામાન્ય રીતે આપણા વિસ્તારમાં કપાસની ખેતી કરવામાં આવે છેપરંતુ સંજયભાઈ ડોબરીયાએ ખારેકની ખેતી કરી અને સફળતા મળી છે. આત્મા પ્રોજેક્ટ‘  દ્વારા તેમને જરૂર પડે ત્યારે માર્ગદર્શન આપવામાં આવે છે. અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કાનાણીએ જણાવ્યું કેદેવળકીના આ ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા જ ઉત્પાદન મેળવ્યું છે અને એક છોડમાંથી ૮૦ કિલો ખારેકનું ઉત્પાદન મળી રહ્યું છેમગફળી અને કપાસ પકવતાં અમરેલી જિલ્લામાં આ નવીન પ્રકારના પાકનું વાવેતર થયું છે ત્યારે આજે અમે સૌએ નિરીક્ષણ કર્યુ હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/