fbpx
અમરેલી

રાજુલાના રામપરા ગામ નજીક સિંહોને પરેશાન કરનારા 3 યુવાનોને વનવિભાગે દબોચી દબોચ્યા

રાજુલાના રામપરા ગામ નજીક સિંહોને હેરાન પરેશાન કરનારા 3 યુવાનોને વનવિભાગે દબોચી લીધા હતા.

અમરેલી જિલ્લામા સિંહોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે જેના કારણે સિંહોની ટીખળ ટોળકી દ્વારા પજવણી અને હેરાન પરેશાન કરવાની પ્રવૃતિઓ વધી રહી છે. ત્યારે સૌથી વધુ રાજુલા પંથકમાં આ પ્રકારની સિંહોની પજવણીની ઘટના વધુ સામે આવતા પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના DCF જયન પટેલ દ્વારા પેટ્રોલિંગ વધારવા સૂચના અને આદેશો આપ્યા છે. આ પ્રકારની પ્રવુતિઓ કરનારા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવી અને તેમના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ એ.સી.એફ.વગેડા અને રાજુલા રેન્જના આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડ દ્વારા રાજુલા રામપરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા તે સમયે સીમ વિસ્તારમાં 3 શખ્સ સિંહોની પજવણી કરતા હતા તેમને દબોચી લીધા હતા.

સ્થળ ઉપર સિંહો મારણ કરતા હોય તેમને દૂર ખસેડી સિંહ દર્શન કરવા આ પ્રકારની પ્રવૃતિઓ સતત કરતા હતા. જ્યારે આ શખ્સોના મોબાઈલ કબજે કરતા સિંહો સાથે સેલ્ફી સિંહો પાછળ દોડધામ કરી સતત પજવણી કર્યાની પ્રવૃતિઓ સામે આવતા તમામ કબજે કરી કાર્યવાહી કરી હતી. રાજુલા રેન્જ વનવિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરી જેમાં આરોપી રામપરા ગામના રહેવાસી દુલાભાઈ સાદુળભાઈ વાઘ ઉંમર 22, નકાભાઈ સાદુળભાઈ વાઘ ઉંમર22 અને સાવજભાઈ દડુભાઈ વાઘ જે વ્યક્તિ અગાવ પણ વર્ષો પહેલા સિંહોની પજવણી કરી ચુક્યા છે અને તેમની સામે કાર્યવાહી કરી ચુક્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/