fbpx
અમરેલી

વિદેશી દારૂને બોટલો, ફોન તથા ફોરવ્હીલ સાથે એક ઈસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દુર કરવા પ્રોહી – જુગારના કેસો કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

આજરોજ તા .૧૧ / ૦૮ / ૨૦૨૨ ના રોજ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે , અમરેલી , હનુમાનપરા રોડ , રણુજાધામ સોસાયટીમાં એક ઇસમ ફોરવ્હીલ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોની હેરફેર કરે છે . તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો , મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઇ , પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીઃ ચેતન ભુપતભાઇ ભીલ , ઉ.વ .૩૪ , રહે.અમરેલી , હનુમાનપરા રોડ , રણુજાધામ સોસાયટી તા.જિ.અમરેલી

પકડવાનો બાકી આરોપીઃ કલ્પેશ વિષ્ણુભાઇ જોષી , રહે.લીલીયા , રેલ્વે સ્ટેશન પાસે , તા.લીલીયા જિ.અમરેલી .

પકડાયેલ મુદ્દામાલ : ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની અલગ – અલગ બ્રાન્ડની , ૭૫૦ મીલીની બોટલ નંગ -૩૨ , કિં. રૂ .૧૪,૧૪૦ / તથા મોબાઇલ ફોન નંગ- ૧ કિં.રૂ .૫,૦૦૦ / – તથા મારૂતિ સુઝુકી ESTEEM ફોર વ્હીલ રજી.નંબર GJ – 11 – S – 2507 કિં.રૂ .૮૦,૦૦૦ / – મળી કુલ કિં. રૂ .૯૯,૧૪૦ / – નો મુદ્દામાલ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/