અમરેલી જીલ્લાના કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ટિફિન બેઠક
કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીનું સર્વસ્વ છે. પારદર્શક વહીવટ અને કુશળ સંગઠન એ ભાજપની પરંપરા રહી છે. કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવા માટે સર્વોપરી નેતૃત્વ પણ સાથે બેસીને વાર્તાલાપ કરે છે. અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત ટિફિન બેઠકમાં ગૌરવવંતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી
ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સરળ અને સહજ સ્વભાવના મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નોને જાણ્યા હતા અને આગામી સમયમાં ઝડપથી તેનું નિરાકરણ
આવશે તેવી ખાતરી આપી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલા સાહેબ અને સહકારી આગેવાન ઇફ્કો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી દ્વારા શરૂ થયેલી ટિફિન બેઠકની પ્રણાલી આજે દેશભરમાં સંગઠન દ્વારા કાર્યરત છે. ટિફિન બેઠકની વ્યવસ્થાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પણ બિરદાવી હતી અને દરેક મંડળમાં આવી વ્યવસ્થા કરવા માટે સંગઠનને ભલામણ કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓ સાથે બેસીને ભોજન માણ્યુ હતું. ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં પ્રભારી મંત્રી શ્રી આર સી મકવાણા, ઇફ્કો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિ. પ. પ્રમુખ શ્રી રેખાબેન મોવલિયા, ધારાસભ્ય શ્રી જે વી કાકડિયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી મનીષાબેન રામાણી, અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રજ્ઞાબેન સાવલિયા સહિત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, શ્રી રાજેશભાઈ કાબરિયા, શ્રી પિઠાભાઈ નકુમ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલીકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને જિલ્લા, મંડળ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
Recent Comments