fbpx
અમરેલી

જિલ્લામાં ખાસ ઝુંબેશ દરમિયાન ૮,૪૦૪ નવા નામ નોંધણી

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧ /૧૦/૨૦૨૨ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૧૨/૦૮/૨૦૨૨ થી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી જાહેર કરવામાં આવી છે. ગત તા.૨૧ અને તા.૨૮ ઓગષ્ટ-૨૦૨૨ (રવિવાર)ના દિવસે અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગમાં આવેલ કુલ ૧,૪૧૨ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીશ્રીઓ (BLO) સવારે ૧૦.૦૦ વાગ્યાથી સાંજના ૦૫.૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહી ખાસ ઝુંબેશ યોજી હતી. અમરેલી જિલ્લા કલેકટર કચેરીની, ચૂંટણી શાખા દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ, જિલ્લામાં ખાસ ઝુંબેશ દરમિયાન તા.૨૧મીએ નવા મતદારોની નોંધણી, ફોર્મ-૬ના તા.૨૧મીએ ૩,૭૦૬  અને તા.૨૮મીએ ૪,૬૯૮ સહિત ૮,૪૦૪ નાગરિકોએ નવા મતદાતા તરીકે તેના નામની નોંધણી કરાવી છે.

મતદાર યાદીમાં નોંધાયેલી પ્રવર્તમાન મતદારો પોતાના આધાર નંબરની વિગતો મતદાર યાદીમાં દાખલ કે લીંક કરવા, ફોર્મ-૬ ખના તા.૨૧મીએ ૮,૦૦૩ અને તા.૨૮મીએ ૧૯,૬૨૩ સહિત ૨૭,૬૨૬ ફોર્મ્સ મળ્યા છે. ઓવરસીસ ભારતીય મતદાતાઓએ ફોર્મ-૬ ક  ભરવાનું રહે છે, જિલ્લામાં તે ફોર્મ્સની સંખ્યા નીલ રહી છે.  મતદાર યાદીમાં નોંધાયેલ વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં નામ કમી કરવા, ફોર્મ-૭ના તા.૨૧મીએ ૫૨૬ અને તા.૨૮મીએ ૧,૧૫૬ સહિત કુલ ૧,૬૮૨ ફોર્મ્સ મળ્યા છે. (૧) મતદારયાદીમાં પોતાના નામની વિગતો સુધારાઓ માટે, (૨) સ્થળાંતરના કિસ્સાઓમાં સરનામુ બદલવા માટે, (૩) સુધારા વિના ચૂંટણી કાર્ડ મેળવવા માટે, (૪) દિવ્યાંગ મતદારોના માર્કિંગ માટે આ સહિત નિયત ફોર્મ, ફોર્મ-૮ ભરવાનું રહે છે. ફોર્મ-૮ ના તા.૨૧મીએ ૯૨૮ અને તા.૨૮મીએ ૨,૪૨૧ સહિત ૩,૩૪૯ ફોર્મ્સ મળ્યા છે.    

મહત્વનું છે કે, જિલ્લાના વધુમાં વધુ ૧૮ વર્ષથી વધુ વય પાત્રતા ધરાવતા યુવકો/યુવતીઓ તેમના નામની નોંધણી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન કરાવી શકે છે. આ ઉપરાંત મતદારો પોતાના નામની નોંધણી તથા હક્ક-દાવાઓ જુદાં-જુદાં ઓનલાઇન પ્લેટફોર્મથી પણ રજૂ કરી શકશે. (૧) www.nvsp.in,  (૨) www.voterportal.eci.gov.in, (૩)Voter Helpline Mobile App (Android / los) GARUDA APP (BLO મારફત) આ માટે વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ઉપરથી તથા જિલ્લામાં આવેલા તમામ પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરીઓ ખાતેથી માહિતી મેળવી શકાશે. આગામી તા.૪ અને તા.૧૧ સપ્ટેમ્બર-૨૦૨૨ને રવિવારના રોજ ખાસ ઝુંબેશ યોજાશે, તેનો સંબંધિત તમામ મતદાતાઓને લાભ લેવા  જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ અનુરોધ કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/