fbpx
અમરેલી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્વારા ધજડી ગામે NMOOP પ્રોજેક્ટ અંતર્ગત ‘ફિલ્ડ ડે’ નું આયોજન કરવામાં આવ્યું

જુનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલય – (જૂકૃયુ) દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી  દ્રારા તાજેતરમાં NMOOP પ્રોજેક્ટ અંતર્ગત ધજડી ગામે ‘ફિલ્ડ ડે’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્વારા આપવામાં આવેલા મગફળીના જીજેજી-૩૨ બિયારણ તેમજ જૈવિક કલ્ચર રાઈજોબિયમૉ, પીએસબી કલ્ચર અને સફેદ મુંડાનાં નિયત્રણ માટે આપવામાં આવેલા મેટારીજીયમનલનું  ખેડૂતના ખેતરમાં પરીક્ષણ કરી અને પરિણામ ચકાસવામાં આવ્યું હતું.  આ ઉપરાંત ખેડૂતોને પણ આ અંગે વિશેષ માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મગફળીની આ વેરાયટી ‘બીટી -૩૨’ અંગે પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર  થઈ શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જીજેજી -૩૨ વેરાયટી એ ખરેખર તો જુનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલય – જૂકૃયુ  દ્વારા સંશોધિત મગફળીની વેરાયટી છે, જેમાં તેલની ટકાવારી વધુ છે અને તેથી એ સ્વાદમાં કડવી લાગે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા  ડૉ.એન. એસ.જોશીના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક શ્રી એન. એમ. કાછડીયા, શ્રી વી . એસ. પરમાર તેમજ  નિવૃત્ત વિસ્તરણ અધિકારીશ્રી એમ.સી. શેખવા  દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી વિવિધ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/