fbpx
અમરેલી

તા.૮ નવેમ્બર-૨૦૨૨ના રોજ અમરેલી જિલ્લામાં ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે વિગતવાર કાર્યક્રમ નકકી કરવામાં આવ્યો છે.  તા.૦૫ નવેમ્બર, ૨૦૨૨ થી તા.૧૪ નવેમ્બર, ૨૦૨૨ દરમિયાન સવારે ૧૧:૦૦ કલાકથી બપોરે  ૦૩:૦૦ કલાક સુધી જાહેર રજાના દિવસ સિવાય અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા મતવિસ્તાર માટે ઉમેદવારી પત્રો રજૂ કરવાનો કાર્યક્રમ નકકી કરવામાં આવ્યો છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ઉપરની વિગત પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર રજૂ કરવાના દિવસો દરમિયાન મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગાંધીનગરના દ્વારા જાહેર રજા નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૯૮૧ હેઠળ જાહેર રજાની વ્યાખ્યામાં આવતી નથી.

આથી તા.૦૮ નવેમ્બર – ૨૦૨૨ને મંગળવારના રોજ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ઉમેદવારી પત્ર સ્વીકારવાના થાય છે. આ ઉપરાંત તા.૧૨ નવેમ્બર – ૨૦૨૨ને શનિવારના રોજ નવેમ્બર માસના બીજા શનિવારની રજા નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૯૮૧ હેઠળ જાહેર રજાની વ્યાખ્યામાં આવતી હોય, તા.૧૨ નવેમ્બર-૨૦૨૨ ના રોજ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા કોઈપણ ઉમેદવારીપત્ર સ્વીકારવામાં આવશે નહિ. આ અંગે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક વ્યક્તિઓએ તથા જાહેર જનતાએ નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/