fbpx
અમરેલી

સાવરકુંડલાના ગીચ વિસ્તારમાં દુર્લભ ગણાતું રેવીદેવી ઘુવડ મળી આવ્યું

સાવરકુંડલા શહેરના ગીચ વિસ્તારમાં આવેલ જૈન દેરાસર વિસ્તારમાં ગઢીયા પ્રોવીઝન સ્ટોરના ગોડાઉન માંથીમાં ઉપરના માળેથી ઈજાગ્રસ્ત રેવીદેવી ઘુવડ મળી આવ્યું હતું જેની જાણ કિશનભાઇ ત્રિવેદી વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના થતાં પ્રમુખ સતીષભાઈ પાંડે આ જગ્યાએ તાત્કાલિક પહોંચી ગયા હતાં અને આ ઘુવડને સાવરકુંડલા પશુ દવાખાને સારવાર કરાવી તુરંત વન વિભાગ નોર્મલ રેન્જ કચેરીએ સોંપી દીધું હતું. ગુજરાત રાજ્યમાં કુલ 12 પ્રજાતિના ઘુવડ જોવા મળે છે એમાંની એક જાત રેવીદેવી ઘુવડ (બાર્ન આઉલ) છે.

જે જુજ કિસ્સાઓમાં માનવ વસાહતની આસપાસ જોવા મળે છે. આ ઘુવડની દિન પ્રતિદિન ઘટતી જતી સંખ્યા પણ પર્યાવરણપ્રેમીઓમાં એક ચિંતાનો વિષય છે. આ ઘુવડને રાખવું, પાળવું તથા મારવું એ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ દંડનીય અપરાધ છે અને આ કાયદા અંતર્ગત 6 વર્ષની જેલની સજા અથવા 45 હજારનો દંડ અથવા બંને સજાની જોગવાઈ છે. આવા કોઈ ઈજાગ્રસ્ત પંખીઓ આપના ધ્યાને આવે તો વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટનો 9979741061 સંપર્ક કરવો અથવા એમને નોર્મલ રેન્જ વન વિભાગની ઓફીસે 02845222856 તાત્કાલિક પહોંચતા કરવા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/