fbpx
અમરેલી

આગામી સમયમાં હીટવેવની શક્યતા: નાગરિકોએ સ્વાસ્થ્ય સંબંધી સાવચેતીઓ રાખવી

સમગ્ર રાજ્યમાં  આગામી સમયમાં ઉનાળાનું ઋતુ શરુ થતા હીટ વેવની શક્યતાઓ રહેલી છે.   હીટ વેવના કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે નાગરિકોએ વિશેષ કાળજી રાખવી આવશ્યક છે. હીટવેવની શક્યતાને જોતા  ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અમરેલી દ્વારા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓને સંબંધિત કામગીરી માટે સૂચના આપી છે. હીટ વેવના કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. નાગરિકોએ હીટ વેવની શક્યતાને જોતા તકેદારીના પગલાં લેવા અનિવાર્ય છે.

હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બાળકો, સગર્ભા, વૃદ્ધો અને બિમારોની વિશેષ કાળજી રાખવી અનિવાર્ય છે. નાગરિકોએ હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ તે ઉપરાંત આખું શરીર અને પોતાનું માથું ઢંકાય તે રીતે સુતરાઉ અને ખુલતા કપડાં પહેરવા. વધુમાં ટોપી, ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ રહે છે.

ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, તથા અશક્ત અને બિમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી આવશ્યક છે. હીટ વેવના સંજોગોમાં ભીના કપડાથી માથું ઢાંકી રાખો, અવાર-નવાર ભીના કપડાંથી શરીર લૂંછો, વારંવાર માટલાનું ઠંડુ પાણી પીવું. આ ઉપરાંત લીંબુ શરબત, તાડફળી, અને નાળિયેર પાણી ખાંડ-મીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ વગેરે આરોગ્યપ્રદ પીણા પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ.

         બજારમાં મળતો ખુલ્લો કે વાસી ખોરાક ખાવો નહીં. બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો અને લગ્ન પ્રસંગે દૂધ-માવાની આઈટમ ખાવાથી દૂર રહેવું જ હિતાવહ છે. ઉપવાસ કરવાનું ટાળવું સવારનું ભોજન ૧૨ વાગ્યા સુધીમાં લઈ લેવું. ચા-કોફી અને દારુના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે તેથી તેનું સેવન પણ ટાળવું. હીટ વેવની ચેતવણીના દિવસોમાં બપોરે ૨ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નહાવું, શક્ય હોય તો ઘરના બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી. ગરમીથી બચવા આટલી તકેદારી રાખવી જોઈએ. ગરમીથી બચવા માટે ખાસ વધુ પ્રમાણમાં પાણી પીવું, છાશ અથવા અન્ય આરોગ્યપ્રદ પ્રવાહી પીણા પીવા જોઈએ. આયુર્વેદ દ્રષ્ટિએ ગરમીની ઋતુમાં વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત ગુણકારી છે. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવાની સાથે દ્રાક્ષ પણ ખાવી ઉપરાંત તરબૂચ પણ ખાઈ શકાય.

લાંબો સમય તડકામાં ન રહીએ અને સીધા સૂર્યપ્રકાશથી બચીએ, હળવા રંગના કપડા પહેરીએ, ઠંડકવાળા સ્થળ પર સમયાંતરે આરામ કરીએ અને નાના બાળકો, વૃદ્ધ સગર્ભાઓનું વિશેષ કાળજી રાખીએ. ઉપરાંત ઈમરજન્સીની સ્થિતિમાં ૧૦૮ સેવાનો લાભ દ્વારા ત્વરિત સારવાર મેળવીએ. વધુમાં જિલ્લાની વિવિધ કચેરીઓને આ અંગેની કામગીરી માટે સતર્ક રહેવા અને તકેદારીના પગલાં ભરવા માટે નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા  સૂચનાઓ આપવામાં આવી છે. નાગરિકો પણ તકેદારીના પગલાં ભરી અને હીટ વેવથી બચી શકે તે માટે સાવચેત રહેવા જરુરી પગલાંઓ ભરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/