fbpx
અમરેલી

ધારાસભ્ય મહેશ કસવાળાને લેટર પેડમાં લેખિતમાં રજૂઆત કરતા સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય આલ કરશનભાઈ ભુરાભાઈ રબારી

સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા પતિ સદસ્ય શ્રી આલ કરસનભાઈ.બી એ સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા તથા અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયાને સંબંધોને પત્ર દ્વારા રજૂઆત કરતાં જણાવ્યું હતું સાવરકુંડલા વોર્ડ નંબર પાંચનાં ગામથી નજીકના વિસ્તારમાં આવેલા હાથાના આંબાની ખોડિયાર ડેમ આવેલ છે. આ ડેમ વર્ષોથી બનેલ છે પરંતુ તેમાં પાણી ટકતું નથી તેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણીની તંગી રહે છે અને ચોમાસા દરમિયાન કિંમતી પાણી ડેમના પાળામાંથી લીક થાય છે અને ડેમ પણ જલ્દી ખાલી થઈ જાય છે. જો આ ડેમનું સમારકામ કરવામાં આવે અને ડેમને ઊંડો ઉતારવામાં તો આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર ઊંચું આવી શકે તેથી આ વિસ્તારના ખેડૂતોનો પાણીનો પ્રશ્ન હલ થઈ શકે છે.

તો આ સંદર્ભે યોગ્ય કરવા સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા પતિ સદસ્ય શ્રી આલ કરસનભાઈ.બી ની માનસર અરજ છે એમ કરીને જણાવ્યું છે કે જો આ ડેમનું યોગ્ય સમારકામ થાય અને ચોમાસાના પાણીથી ભરાઈ અને જરૂરી હોય તો મહી નદીનું પાણી આ ડેમમાં ઠાલવવામાં આવે તો 

આ  વિસ્તારના ખેડૂતોનો પાણીનો કાયમી પ્રશ્ન હલ થઈ શકે તેમ છે આ  વિસ્તારના ખેત મજૂર લોકોને સારી એવી રોજીઓ કાયમી માટે મળી શકે તેમ છે ખેડૂતો પણ  બધા પાક લઈ શકે અને બમણી આવક થાય તેમ છે આપણો ખેતીપ્રધાન દેશ હોય અને ખેતીની આવક ઉપર નિભાવ નિર્ભર હોય તો આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી કે મારા મત વિસ્તારમાં ખેત મજૂર વધારે પડતા હોય  દરેકને કાયમી મજૂરી મળી રહે અને  પોતાના પરિવારનું ભરણપોષણ ખેતમજૂરી દ્વારા કરી શકે.  આમ ડેમમાં પાણી હોય તો ઘણા લોકોનો રોજીરોટી પ્રશ્ર્ન હલ થઈ શકે તેમ છે તો આ સંદર્ભે હાથાના  આંબાની ખોડિયાર ડેમ કાયમી માટે ભરાઈ તેવી વ્યવસ્થા કરવા વિનંતી  અને એ માટે જે જરૂરી હોય તે તમામ કાર્યવાહી કરાવવા વિનંતી અને શક્ય હોય તો આ સંદર્ભે મહી નદીનું પાણી તેમાં ઠાલવાય તેવી વ્યવસ્થા થાય તો ખેડૂતોના નસીબ ખુલી જાય. જેમ સૂરજવડીના ડેમની અંદર સરકારશ્રીની ડેમ ભરવાની યોજના કરી છે તેમ હાથાના આંબાની  ખોડીયાર ડેમ પણ ભરવાની વ્યવસ્થા થાય તેવી કરશનભાઈ દ્વારા વિનંતીસભર રજૂઆત કરવામાં આવી છે. અને આપ સાહેબશ્રીનું સપનું જે છે કે નાવલી કાયમ ચાલુ કરવી છે તો આ ડેમ ભરવાથી આની નીચે બે થી ત્રણ ચેક ડેમો પણ આવેલા છે તો તે ડેમ પણ ભર્યા રહે અને કાયમી માટે નાવલી પણ ચાલુ રહે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/