સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાનું એસ.એસ.સી. પરીક્ષાનું ઝળહળતું પરિણામ

તા. ૨૫ મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસ.એસ.સી. પરીક્ષાનું ઓનલાઈન પરિણામ જાહેર થતાં ગુરુકુળની શાળાઓમાં ખુશીઓનો માહોલ સર્જાયો… ગુરુકુળની શાળાઓમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ માધ્યમિક વિદ્યાલય સાયન્સ વિભાગનું ૯૪% પરિણામ આવેલ છે. જેમાં દેસાઈ ધ્રુવીબેન મયુરભાઈએ ગણિત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી અનેરી સિદ્ધિ મેળવી છે. જ્યારે ગુરુકુળ સંસ્થાની અંગ્રેજી માધ્યમ શાળાનું ૧૦૦ ટકા પરિણામ મેળવી સંસ્થાનું નામ રોશન કરેલ છે. સંસ્થાની જેસર રોડ વિસ્તારની શાળામાં છેલ્લા ૩૦ વર્ષથી ૯૦ ટકા ઉપર પરિણામ મેળવતી શાળાએ આ વર્ષે ૯૪% પરિણામ મેળવી ઝળહળતી સફળતા મેળવી છે. તેમજ ગુરુકુળની જૂની ગ્રાન્ટ ઈન એઇડ ગ્રાન્ટેડ શાળા શ્રીમતી એકે ઘેલાણી માધ્યમિક વિદ્યાલયનું પરિણામ ૯૦ ટકા આવેલ છે. જેમાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની ડિમ્પલબેન મસરીભાઈ વરુ એ ૯૯.૭૯ પી.આર મેળવેલ છે તેમજ રૂપાવટીયા મિતાલીબેને ગણિત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલ છે. સંસ્થાના વડા શાસ્ત્રી ભગવત્ સ્વામીજી તથા સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી તેમજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ કનકોટિયાએ શાળાના તમામ કર્મચારીગણ અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને આશીર્વાદ સહ અભિનંદન પાઠવ્યા હતા.
Recent Comments