fbpx
અમરેલી

રાજયનામુખ્યમંત્રીશ્રીએસાવરકુંડલામાં વિશાળ જન સભાને સંબોધી

મુખ્યમંત્રીશ્રીએભૂપેન્દ્રભાઇ પટેલ લોકસભા ૧૪ વિસ્તારની જનસભાનેસંબોધતાકહ્યુહતુ કે, સેવા, સુશાસનઅને ગરીબ કલ્યાણનાસંકલ્પ સાથે કેન્દ્ર અને રાજયસરકાર કાર્ય કરે છે. પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈમોદીએગરીબોની સેવા અને સુશાસનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને નાગરિકો માટે કાર્યો કર્યા છે. ભારતવસુધૈવકુટુંબકમની ભાવના સાથે આગળ વધી રહ્યું છે.  દેશ અને રાજયમાં પ્રાકૃતિક કૃષિ, જાડા ધાન્યને મહત્વ આપી નાગરિકો અને જમીનનું સ્વાસ્થ્ય વધુ સારું બને તે દિશામાં પ્રયાસો હાથધર્યા છે. વડાપ્રધાનશ્રીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સંસ્કૃતિ સમાયોગ, પર્યાવરણલક્ષીજીવનશૈલીવગેરેનેપ્રસરાવી તેને ખ્યાતિ અપાવી છે.

મિલેટ વર્ષની ઉજવણી એ વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઇમોદીનીદૂરંદેશિતાનું ઉદાહરણ છે. હાલની આધુનિક જીવનશૈલીને લીધે સ્વાસ્થ્ય નબળું થઈ રહ્યું છે ત્યારે અનેકવિધ બિમારીઓ સામે રક્ષણ મેળવવામિલેટ (જાડા ધાન્ય)અપનાવીએ. પ્રાકૃતિક ખેતી દ્વારા રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળવાનુંશક્ય છે.પ્રાકૃતિક ખેતી એ નાગરિકોનાઅને જમીનનાએમ બંનેનાસ્વાસ્થ્યની જાળવણી માટેનો ઉપાય છે.પ્રાકૃતિક ખેતી અપનાવીને જ આપણે ભવિષ્યનાપેઢીઓ માટે સ્વસ્થ જમીન અને સ્વસ્થ જીવનની ભેટ આપી શકશું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના અમેરિકાના પ્રવાસનો સૌથી વધુ ફાયદો ગુજરાતને થયો છે. ગુજરાતમાં માઈક્રોનસેમિકન્ડક્ટર્સ(ચીપ નિર્માણ) કંપની સાથે એમઓયુ કરવામાં આવ્યા છે જે અંતર્ગત સેમિકન્ડક્ટરપ્રોડક્શન ગુજરાતમાં થશે.

જીએસટીના સૌથી વધુકલેક્શન થઈ રહ્યું છે જે ધંધા-રોજગાર સારા ચાલતા હોવાનું પ્રમાણ છે.તેના સાથે રોજગારીનું નિર્માણ થઇ રહ્યું છે. રાજયમાંધંધા-રોજગાર માટે પાણી, વીજળી, રસ્તાઓ સહિતનીસુવિધાઓઉપલબ્ધ છે.

        પ્રધાનમંત્રીશ્રીએ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું તે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ગ્રામ્ય સ્તરે પણ છે.ગ્રામ્ય સ્તરેમલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ એ વિકાસની નવી ઊંચાઈ છે. મેક ઇન ઇન્ડિયાનું સૌથી મોટું ઉદાહરણ વંદે ભારત ટ્રેન છે. વચન આપ્યા તે પાળ્યા છે. ગુજરાતનું ગૌરવ વધારશું એ કાર્યસંકલ્પ સાથે સરકાર કાર્ય કરી રહી છે.ડિજિટલ ઇન્ડિયા મિશન દ્વારા તમામ પ્રક્રિયાઓનેડિજિટલ કરીને પારદર્શિતા અને નાગરિકો માટેની સરળતા વધી છે. ગુજરાત વિધાનસભાનાપરિણામોમાં જન વિશ્વાસ ભારતીય જનતા પક્ષને સાંભળ્યો છે તેવા જ ના આશિર્વાદ આવનાર કેન્દ્રની ચૂંટણીમાં પણ મળી રહે તેવી આશા પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

કાર્યક્રમમાં રાજયના કૃષિ મંત્રીશ્રીરાઘવજીભાઇ પટેલે ઉદબોધન કરતા જણાવ્યુહતુ કે, સરકારના યોજનાકીયકાર્યો જન-જન સુધી પહોંચે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છેત્યારે વિવિધ યોજનાકીય બાબતો નાગરિકો સુધી પહોંચે તે જોવા સર્વે કાર્યકરશ્રીઓને તેમણે અનુરોધ કર્યો હતો.

અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌની યોજના મારફતે પાણી મળી રહે છે તે માટે તેમણે રાજય સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં સર્જાયેલીબિપરજોયવાવાઝોડાની પરિસ્થિતિ વખતે મુખ્યમંત્રીશ્રીએમંત્રીશ્રીઓને તેમજ પ્રભારી સચિવોને જિલ્લા કેન્દ્ર ખાતે ફરજ સોંપી હતી.ઉમદા આયોજન દ્વારા ઝીરો કેઝ્યુઆલિટીના લક્ષ્ય સિધ્ધ થઇ શક્યું. રાષ્ટ્રની સેવાને સમર્પિત પારદર્શી વહીવટીનો લાભ જન-જન સુધી પહોંચી શક્યો છે, તેમ પણ રાજયના કૃષિ મંત્રીશ્રીરાઘવજીભાઇએઉમેર્યુહતુ.

કાર્યક્રમની શરુઆત મહાનુભાવોના સ્વાગત દ્વારા કરવામાં આવી હતી. વિવિધ પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાઓએમુખ્યમંત્રીશ્રીનુંપુષ્પગુચ્છ અને વિવિધ ભેટોથી સ્વાગત કર્યુહતુ.

સાસંદશ્રીનારણભાઇકાછડીયાએ કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ વિશે જણાવી તેમનો મહત્તમ લાભ નાગરિકો મેળવી શકે તે માટે વધુ કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

ધારાસભ્યશ્રીમહેશભાઈકસવાળાએજણાવ્યુ કે, સારા વરસાદ અને વાવણીના સમય વચ્ચે પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.  

આ પ્રસંગે શ્રી ભૂપેન્દ્રભાઇબસીયાએપ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

અમરેલી સાંસદ શ્રી નારણભાઈકાછડીયા, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખશ્રીરેખાબેનમોવલીયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વડીયાકુંકાવાવધારાસભ્યશ્રીકૌશિકભાઈવેકરીયા, ધારાસભ્ય સર્વશ્રી મહેશભાઈકસવાળા, શ્રી જે.વી. કાકડીયા, શ્રી જનકભાઇતળાવિયા, ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ,પૂર્વ મંત્રીશ્રીઆર.સી. મકવાણા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન દોશી,રેન્જ આઇ જી શ્રી પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી, નાયબ જિલ્લા પોલીસ અધિકારીશ્રી, અગ્રણી સર્વશ્રી  શ્રી ભૂપેન્દ્રભાઈબસિયા,  શ્રી પીઠાભાઈનકુમ, શ્રી મેહુલભાઈધોરાજીયા, શ્રી જલ્પેશભાઈમોવલિયા અને અમરેલી જિલ્લાના વિવિધ પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને કાર્યકરશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનુંઉષ્માભર્યુસ્વાગત કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/