fbpx
અમરેલી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રીમતિ ગાયત્રી બા વાધેલા ના અઘ્યક્ષ સ્થાને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય અમરેલી ખાતે ‘હાથ સે હાથ જોડો’ અભિયાન યોજાયો

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ ૧૭/૦૯/૨૦૨૩ ને રવિવાર નાં રોજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય અમરેલી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રીમતિ ગાયત્રી બા વાઘેલા ના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ પક્ષ ના ‘હાથ સે હાથ જોડો’ અભિયાન અંતર્ગત જિલ્લા ના સંગઠન ના મહત્વ નાં હોદેદાર શ્રીઓ ની મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું.

આ મીટીંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણી, પૂર્વ નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણી,પૂર્વ ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુંમર,પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઈ મેતલિયા, જિલ્લા પંચાયત નેતા વિપક્ષ શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ, જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ સોસા, શંભુભાઈ દેસાઈ, અમરેલી જિલ્લાના તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રીઓ, કોંગ્રેસ પક્ષના તમામ સેલ મોરચા ના પ્રમુખશ્રીઓ સહિત જિલ્લાભર કોંગ્રેસ પક્ષના મહત્વ નાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતા શ્રી રાહુલ ગાંધી એ આપેલ કાર્યક્રમ ‘હાથ સે હાથ જોડો‘ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી ગાયત્રી બા વાધેલા એ રાહુલજી ની ભારત જોડો યાત્રા ના ફળસ્વરૂપે કોંગ્રેસ પક્ષ નો જનાધાર વિસ્તૃત થઈ રહ્યો છે ત્યારે જિલ્લા નાં દ૨ેક આગેવાનો એ વધુ માં વધુ લોકો કોંગ્રેસપક્ષમાં જોડાય એ માટે આપવા માં આવેલ સભ્ય નોંધણી ફોર્મ ભરી દરેક બુથ ૫૨ નવા લોકો ને કોંગ્રેસ પક્ષ માં જોડાવા માટે કામ કરવા આહવાન કર્યું હતું.છેવાડા ના માણસ સુધી કોંગ્રેસ પક્ષ ની વિચારધારા પહોંચાડી વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકાર ની નિષ્ફળતા ઉજાગ૨ ક૨વા અગ્રણીઓ ને જણાવેલ હતું .

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ ના જણાવ્યા મુજબ કોંગ્રેસ પક્ષ ના દરેક હોદેદારો એ કર્મઠ રીતે કામગીરી કરવા અને સંગઠન ની કામગીરી કરવા અસમર્થ હોય તો સ્વેચ્છા એ પદ છોડી અન્ય કાર્યકરો ને કામ કરવા ની તક આપવા પણ આ તકે જણાવેલ હતું.

આજ ની આ મીટિંગ માં કોંગ્રેસ અગ્રણીઓ ના ઉત્સાહપૂર્વક ની હાજરી અને કામ કરવા ની પ્રતિબદ્ધતા આવનારી લોકસભા ચૂંટણી પહેલાં જિલ્લા માં અવશ્ય કોંગ્રેસ પક્ષ તરફી પરિણામ આવશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવેલ હતો અને આજથી જ મહેનત શરૂ કરવા વચનબદ્ધ હોવાનું હાજર અગ્રણીઓ એ જણાવ્યું હતું.

શ્રી પરેશભાઈ ધાનાણી, શ્રી વિરજીભાઈ ઠુંમર, શ્રી ઠાકરશીભાઈ મેતલિયા, અને જિલ્લા પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી તથા અગ્રણીઓ દ્વારા પ્રસંગોચિત ઉદોદન કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી સંદીપ પંડ્યા,અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષ ભંડેરી,જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જગદીશભાઈ તળાવિયા, જનકભાઈ પંડ્યા અને જિલ્લા કોંગ્રેસ સંગઠન મંત્રી જગદીશભાઈ પાનસુરીયા દ્વારા કરવામાં આવેલ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/