જીવન પર્યન્ત જગત જોવું હોય તો ચક્ષુદાન કરો ના સદેશ સાથે સ્વ પ્રાગજીભાઈ બોરીચા નું ચક્ષુદાન કરતા પુત્રરત્નો

દામનગર શહેર સ્વ પ્રાગજીભાઈ જેઠાભાઈ બોરીચા ઉવ ૮૩ નું દેહાંવસાન થતા સદગત ની ઇચ્છાનુસાર સદગત નું ચક્ષુદાન કરતા પુત્ર રત્નો પંકજભાઈ બોરીચા કોશિકભાઈ બોરીચા કેતનભાઈ બોરીચા એ સ્વર્ગીય પિતા નું ચક્ષુદાન કરી સુંદર સદેશ આપ્યો હતો જીવન પર્યન્ત જગત જોવું હોય તો ચક્ષુદાન કરો ની હસ્યસ્પર્શી અપીલ કરી હતી સ્વ પ્રગજીભાઈ બોરીચા નિવૃત શિક્ષક આર્ચાય તરીકે પ્રાથમિક શાળા માં સેવા બજાવી હતી દામનગર શહેર ની અનેક વિધ સેવા કરતી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓમાં મુક સેવક તરીકે સેવારત પુત્ર રત્ન કૌશિકભાઈ બોરીચા પંકજભાઈ પ્રાગજીભાઈ બોરીચા કેતનભાઈ પ્રાગજીભાઈ બોરીચા ના પિતા થાય છે સ્વ પ્રાગજીભાઈ બોરીચા ના સમગ્ર પરિવાર દ્વારા ચક્ષુદાન ના નિર્ણય થી સર્વત્ર સરાહના કરાય છે
Recent Comments