fbpx
અમરેલી

અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અનુસૂચિત જાતિ વસ્તી સંપર્ક અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા સાવરકુંડલા તાલુકાના વાશીયાળી ગામની મુલાકાત કરવામાં આવી.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ સાહેબ સુચના અને અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ કાબરીયા ના માર્ગદર્શન હેઠળ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અનુસૂચિત જાતિ વસ્તી સંપર્ક અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા સાવરકુંડલા તાલુકાના વાશીયાળી ગામની મુલાકાત કરવામાં આવી.

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી ડો.બાબા સાહેબ આંબેડકર ના જીવન કવન સાથે જોડાયેલ મહત્વના પાંચ સ્થળો જેવાકે જન્મભૂમિ, શિક્ષા ભૂમિ, દીક્ષા ભૂમિ, મહાપરિનિર્વાણ ભૂમિ,ચૈત્ય ભૂમિ ની આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્મારક સ્વરૂપે વિકસાવી તેને પંચ તીર્થ નામ આપી વૈશ્વિક સ્તરે ડો. બાબા સાહેબ આંબેડકર નું ગૌરવ વધાર્યું છે, ત્યારે અનુસૂચિત જાતિ ગુજરાત પ્રદેશ દ્વારા અનુસૂચિત જાતિ વસ્તી સંપર્ક અભિયાન કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા તાલુકાના વાશીયાળી ગામમાં અનુસૂચિત જાતિના પરિવારોની અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાએ શુભેચ્છા મુલાકાત લીધી અને રાષ્ટ્ર નિર્માણ માટે અનુસૂચિત જાતિના મહત્વના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો અને વડીલોના આશીર્વાદ લીધા.

આ તકે સુરેશ પાનસુરીયા સાથે અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના કારોબારી સભ્યશ્રી અરવિંદભાઈ મેવાડા, અમરેલી જિલ્લા ભાજપ માલધારી સેલ પ્રમુખ શ્રી મયુરભાઈ રબારી, સાવરકુંડલા તાલુકા અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી હીરાભાઈ બગડા, સાવરકુંડલા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી શ્રી પ્રકાશભાઈ પાનસુરીયા,  યુવા ભાજપ અગ્રણી શ્રી દેવર્ષિભાઈ બોરીસાગર, વાશીયાળી ગામના સરપંચશ્રી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/