fbpx
અમરેલી

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના રજતજયંતી વર્ષ નિમિત્તે સામુહિક પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું

બગસરા ખેડુતો સંગઠીત બની,  સામુહિક ઘોરણે પ્રાકૃતિક ખેતી કરતા થાય તે જરૂરી છે.      વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના રજતજયંતી વર્ષ નિમિત્તે  તારીખ ૨૯ ઓક્ટોબર ૨૦૨૩  ના રોજ, બાળ કેળવણી મંદીર બગસરા પરીવાર માં એક ખેડૂત સેમીનાર યોજાય ગયો, જેમાં બગસરા તાલુકાના વિવિધ ગામોમાંથી ૧૨૦ ખેડૂતો સહભાગી બનેલ. સંસ્થા દ્વારા કાર્યરત ઘરતીરક્ષા એગ્રો પ્રોડ્યુસર કંપની ના સભાસદો તથા જળ સંરક્ષણ સમીતી  ના સભ્યો પૈકી,  જ્યંતી ભાઈ ગઢિયા,  યોગેશ ભાઈ ગજેરા, પ્રવીણભાઈ આસોદરીયા, બાલુભાઈ ગઢીયા  અને દેવરાજભાઈ ભુવાએ, પ્રાકૃતિક કુષિ અભિયાન અંતર્ગત સંસ્થા દ્વારા ચાલતી  વિવિધ ખેડૂતલક્ષી કામગીરી ને બીરદાવી હતી,

આગામી દિવસોમાં  રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા નો ઉપયોગ સંપૂર્ણ બંધ કરી, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી, ઘરતીમાતા ને ઝેર મુક્ત આપણે સૌ બનાવશું તોજ આપણે રોગ મુક્ત જીવન જીવી શકીશું. આપણે સૌ પ્રકૃતિ ના સિદ્ધાંત ને સમજીને,   એ  પ્રમાણે   પ્રાકૃતિક ખેતી કરશું   તોજ આપણે સુખી થય શકશું, તેમ ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામ ના પ્રયોગશીલ ખેડૂત શ્રી રાજુભાઇ ખૂંટે જણાવેલ. ‌ આ કાર્યક્રમમાં કુષિ યુનિવર્સિટી મોટાં ભંડારીયા  ના પ્રોફેસર શ્રી વાઘાણી સાહેબે  પાણી સંગ્રહ કરી તેનો સમજ પૂર્વક ઉપયોગ કરવા વિશે માર્ગદર્શન આપેલ.  આજના સેમીનાર માં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા માં છેલ્લા ૧૨ વર્ષ થી નિષ્ઠાપૂર્વક સેવા બજાવી રહેલ, મહેન્દ્ર ભાઈ પાથર નું શ્રેષ્ઠ કાર્યકર તરીકે સન્માનિત કરી, તેમને રૂપિયા ૧૧૦૦૦ નો એવોર્ડ   અર્પણ કરી તેમની સેવા ને બીરદાવી હતી.  આજના સેમીનાર માં બગસરા લેઉવા પટેલ સમાજ ના પ્રમુખ શ્રી રમેશભાઈ સુવાગીયા અને સમાજ ના પ્રતિષ્ઠિત આગેવાનો અને  ખેડૂતો ઉપસ્થિત રહી સંસ્થા ની સેવાકિય પ્રવૃત્તિઓ ને પ્રોત્સાહન કરી હતી, તેમ કાર્યક્રમ ના સંયોજન શ્રી જયદિપ ભાઈ ડાંગર ની યાદી માં જણાવેલ છે દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/