રાજુલા ખાતે જલારામ બાપા ની જયંતિ ઉજવણી કરવામાં આવી

શહેરમાં શોભાયાત્રા માં બાપના ભક્તો જોડાયારાજુલા શહેરમાં જલારામ બાપા ની ૨૨૪/જયંતિ નિમિત્તે રધુવંશી સમાજ દ્વારા શહેરના હોળીયા હનુમાનજી મંદિર પાસે થી નીકળી હવેલી ચોક પોલીસ સ્ટેશનચોક હોસ્પિટલ ચોક બસ સ્ટેશન થય જલારામ બાપા મંદિર ખાતે પુર્ણ કરવા માં આવી હતી સંત શ્રી જલારામ બાપાના ભક્તો દ્વારા અન્ન કોટ પ્રસાદ ધરાવી વિતરણ કરવામાં આવ્યું હતુ ભક્તો બહોળી સંખ્યામાં જોડાયા હતા પુજા અર્ચના પ્રસાદ આરતી સાથે શોભાયાત્રા માં રાસગરબા સાથે રથયાત્રા નિકળી હતી ભક્તો દ્વારા દર્શન કરવા ઉમટી પડ્યા હતા
લોહાણા મહાજન સમાજના આગેવાનો શોભાયાત્રા સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી રાજુલા પુર્વ પ્રમુખ નગરપાલિકા દિપકભાઈ ઠક્કર જણાવાયું હતું કે જલારામ બાપા મંદિર ખાતે પ્રસાદ બાપા આરતી પુજન કરવામાં આવ્યું હતું લોહાણા સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા જયેશભાઇ નાગ્રેચા જણાવાયું હતું કે બપા ની ૨૨૪મી રથયાત્રા યુવાઓ શહેરી ભક્તો જનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જાફરાબાદ રામધુન મંડળ રામધુન જોડાય હતા પ્રથમ ભુદેવો ને ભોજન બાદ દર્શનથી ઓને ભોજન પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું
Recent Comments