જળ ઉત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમોના ડોમમાંવર્લ્ડ કપની ફાઈનલ મેચનું વિશાળ પડદે નિહાળતા પર્યટકો-દર્શકો

લાઠીના દુધાળા સ્થિત હેતની હવેલી ખાતે જળ ઉત્સવ કાર્યક્રમ યોજાયો છે. આજરોજ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ મેચ પયર્ટકોએ નિહાળી હતી. પર્યટકો-દર્શકો માટે પોપર્કોન, ભોજન, આઇસ ગોલા, મસાલા સોડા, સમોસા સહિતની વિવિધ વાનગીઓની મજા માણતા અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ભારત વિ. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચના વિશાળ પડદે જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. પર્યટકોએ ભારતના તિરંગાને ફરકાવી ભારતની જીત માટે સ્થળ પર ઇન્ડિયા ઇન્ડિયાનો ગુંજારવ કર્યો હતો. પર્યટકોએ પોતાના ગાલ પર ભારતના તિરંગાની પ્રતિકૃતિ બનાવી ભારતની જીત માટે તેમનો ક્રિકેટ અને દેશ પ્રત્યેનો, દેશની જીત માટેનો પ્રેમ દર્શાવ્યો હતો.
Recent Comments