fbpx
અમરેલી

કેન્દ્રીય મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચરખા મુકામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો

વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા અન્વયે કેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં બાબરા તાલુકાના ચરખા મુકામે આદર્શ ઉચ્ચ માધ્યમિક શાળાનાં પટાંગણમાં  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ સ્થળે આયુષમાન ભવ, પ્રાકૃતિક કૃષિ, મિશન મંગલમ, મતદાર યાદી સુધારણા, આઈ.સી.ડી.એસ. સહિતના સ્ટોલ દ્વારા જનજાગૃતિ કરવામાં આવી હતી.  કેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન, ડેરી મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાએ આ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રીશ્રી રુપાલાએ ચરખા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા પશુ આરોગ્ય કેમ્પમાં થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમમાં દેશમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ ‘વિકસિત ભારત’નો સંકલ્પ લીધો હતો. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિનું મહત્વ પ્રસ્થાપિત  કરતી ‘ધરતી કરે પુકાર’ નાટ્ય કૃત્તિ, આદર્શ ઉચ્ચ માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કરી હતી.

      ચરખા ખાતે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમમાં ઇફ્કો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, અમરેલી જિલ્લા પ્રભારી સચિવશ્રી સંદિપ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રાકૃતિક કૃષિ, પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ પ્રાપ્ત થવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાકૃતિક કૃષિ અને ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આયુષમાન કાર્ડ, પ્રગતિશીલ ખેડૂતોને ખેતી વિષયક સહાયના લાભોનું પ્રતિકાત્મક વિતરણ પણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાનાં જન-જન સુધી પહોંચી રહ્યો છે.

     ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમમાં કેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન, ડેરી મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાએ સંબોધન કરતા જણાવ્યુ કે, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ એ વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને બળ પૂરું પાડી રહી છે. પ્રાકૃતિક કૃષિનું મહત્વ વધી રહ્યું છે ઉપરાંત ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ થકી આપણું તંદુરસ્ત ભવિષ્ય નિર્માણ પામશે. ખેડૂતો પોતાની ખેતીમાં ડ્રોનની મદદથી નેનો યુરિયાનો છંટકાવ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નમો ‘ડ્રોન-દીદી’નો ખ્યાલ રજૂ કરીને દેશમાં ડ્રોન ઉડાડવાની તાલીમ મહિલાઓને પણ આપવામાં આવે તેવી તજવીજ હાથ ધરવામાં આવી છે. છેવાડાના દરેક લાભાર્થી સુધી સરકારની વિવિધ યોજનાકીય વિગતો અને તેના લાભ પહોંચાડવામાં આવી રહ્યા છે. સંસદમાં મહિલા અનામતનો નિર્ણય થતાં, કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહિલાઓને અભિનંદન પણ કેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન, ડેરી મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાએ પાઠવ્યા હતા.

      ચરખા મુકામે આદર્શ ઉચ્ચ માધ્યમિક શાળાનાં પટાંગણમાં  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમમાં ઇફ્કો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા,  અમરેલી જિલ્લા પ્રભારી સચિવશ્રી સંદિપ કુમાર, અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, ચરખા ગ્રામ પંચાયત સરપંચ શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, લાઠી-બાબરા પ્રાંત અધિકારીશ્રી સહિત અધિકારીશ્રી ઉપરાંત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/