fbpx
અમરેલી

વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં કુંકાવાવ-વડીયા તાલુકાના બાંભણીયા ગામે કાર્યક્રમ સંપન્ન

વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને ગામેગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કડીના ભાગરુપે આજરોજ અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના બાંભણીયા ગામે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ટુ-વે કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગ્રામજનોએ નિહાળ્યું હતું. કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓને રાજ્ય સરકારના માધ્યમથી જન-જન સુધી પહોંચાડવાના ઉત્તમ ઉદ્દેશ્યને ચરિતાર્થ કરતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના માધ્યમથી શનિવારે બાંભણીયા ગામે યોજાયેલા કાર્યક્રમમાં સ્થળ પર ૧૨ આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું, આરોગ્ય કેમ્પમાં ૧૦૩ વ્યક્તિની તપાસણી કરવામાં આવી હતી.

        આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રીએ સરકારની ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું હતું. તેમણે ઉજ્જવલા યોજનાથી લઈને આયુષમાન ભારત સુધી લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવનારી યોજનાઓ અંગે માહિતી આપી હતી.

       આ પ્રસંગે વર્ષ-૨૦૪૭માં ભારતને વિકસિત ભારત બનાવવાના સંકલ્પના ઉપસ્થિત ૫૪૮ વ્યક્તિઓએ સંકલ્પ લીધા હતા. કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/