fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરની અજબ ઋતુ.. ભરશિયાળે પ્રખર તાપ..!! ઠંડા પવન સાથે વાતાવરણમાં ઘૂળની ડમરીઓ..!! આને શિયાળો કહેવો કે ઉનાળો? 

આજરોજ સાવરકુંડલા શહેરમાં વાતાવરણમાં મિશ્ર ઋતુનો પ્રભાવ જોવા મળેલ.. ઠંડા પવન સાથે પ્રખર તાપ એવા મિશ્ર ઋતુના આ સંક્રાત સમયે શહેરમાં શરદી, ઉધરસ, તાવ અને શ્ર્વાસને લગતી બિમારીઓમાં નોંધપાત્ર વધારો. આમ તો હજુ માઘ માસ એટલે શિયાળાનો અંતિમ મહીનો ગણાય.. પરંતુ વાતાવરણમાં ગરમીનુ પ્રમાણ ખાસ્સું જોવા મળે છે.. ભરબપોરે પ્રખર તાપ અને વહેલી સવારે ઠંડા પવનનો માહોલ હાલ મિક્ષ ઋતુનો અહેસાસ કરાવે છે. એકંદરે આમ ગણીએ તો આજની વાતાવરણની પરિસ્થિતિ એટલે ભર શિયાળે ઉનાળાનો પ્રારંભ..વિશેષ કરીને આ મિશ્ર ઋતુ સંદર્ભે લોકોએ પોતાના આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. હાલ તો ઠંડા પવન સાથે  પ્રખર તાપ અને ઘૂળની ડમરી.. એમ ડબલ ઋતુ જોવા મળે છે…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/