fbpx
અમરેલી

અમરત પિયાલા અંતર્ગત સાવરકુંડલા શહેરના વાંચન પ્રેમીઓ માટે અભિનવ પ્રયાસ 

સાવરકુંડલા શહેરમાં વાચનપ્રેમીઓ માટે એક નવો અભિગમ. સાવરકુંડલા ખાતે કાર્યરત વાંચન પ્રેમીની પોતીકી સંસ્થા ‘અમરત પિયાલા’  અંતર્ગત પુસ્તકો આપવામાં  આવતાં હતાં તેમાં સંસ્થા થોડો ફેરફાર કરી રહ્યી છે. હવેથી માત્ર મહિનાના છેલ્લા રવિવારે નહીં પરંતુ કોઈપણ દિવસે પુસ્તક જમા કરાવી અથવા લઈ જઈ શકાશે અને તે પણ સંપૂર્ણ નિશુલ્ક.. વાંચનપ્રેમીઓને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થાય એ ઉદ્દેશ્યથી સંસ્થા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંસ્થાએ હવે પુસ્તક લેવા દેવા માટેનું સ્થળ બદલીને સાવરકુંડલા ખાતે આવેલ ચંદ્રમૌલિ સોસાયટી,પ્લોટ નં. ૪૯ ખાતે રાખેલ છે ,સમય સાંજે ૬-૩૦ થી વાંચકોના આગમન સુધીનો સમય રાખેલ હોય જો કે આ સ્થળની મુલાકાત લેતા પહેલા ફોન કરવો એવું સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. વળી નોંધનીય બાબત તો એ છે કે

વૃદ્ધ,અશક્ત ,બીમાર,દિવ્યાંગ વ્યક્તિઓ વોટ્સએપ્પ દ્વારા કેટલોગ મંગાવી શકશે.અને પસંદ કરેલ પુસ્તક ઉપલબ્ધ હશે તો આવી વ્યક્તિ સુધી પહોંચાડી દેવામાં આવશે.અને વાંચી લીધા પછી જાણ કરવામાં આવતા વાંચકોના દર્શાવેલ સ્થાનથી પરત લઈ જવામાં પણ  આવશે.જો કે આ સંદર્ભ ફોન કરીને જાણ કરવી આવશ્યક છે આ સંસ્થાના અમિતભાઈ ચાવડાનો ફોન નંબરસંપર્ક નં ૮૯૮૦૧૦૦૫૫૬ છે. આ તમામ સુવિધાઓ નિશુલ્ક છે. આજના ડીજીટલ વર્ચ્યુઅલ યુગમા ફીઝીકલ  રીડીંગના વારસાને જાળવવા આ સંસ્થા ભગીરથ પ્રયાસ કરી રહી છે. એમ મનસુખભાઇ વાળાએ એક યાદીમાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/