fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ખાતે સમસ્ત બાલધા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ યોજાશે.

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામ ખાતે સમસ્ત બાળધા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષર્થે આગામી તારીખ ૨૯-૪-૨૪ સોમવાર ચૈત્ર વદ પાંચમ થી ૫-૫-૨૪ રવિવાર ચૈત્ર વદ બારસ સુધી દરરોજ સવારે ૯ થી ૧૧-૩૦ અને બપોરે ૪ થી ૬-૩૦ સુધી શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ ભાગવત સપ્તાહ યોજાશે આ સંગીતમય શૈલીમાં શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ ભાગવત પારાયણ કથાનું પૂજ્ય શાસ્ત્રીશ્રી શરદભાઈ વ્યાસ ધરમપુરવાળા રસપાન કરાવશે આતકે શ્રીંપંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર અનંત વિભૂષિત પૂજ્ય જયઅંબાનંદ ગીરીજી આશિવર્ચન પાઠવવા ઉપસ્થિત રહેશે તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય નુગેન્દ્રપ્રસાદ મહારાજના હસ્તે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ અંતર્ગત મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવ,  ગોવર્ધન મહોત્સવ, રૂકમણી વિવાહ વગરે ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે

તેમજ કથા દરમિયાન સાત દિવસ સુધી પૂજ્ય ભાનુપ્રકાશ સ્વામી ગઢડા ટેમ્પલ બોર્ડ, એસ.પી.સ્વામી, શાસ્ત્રી નિર્લેપ સ્વામી બોરસદ, શાસ્ત્રી હરજીવનદાસજી સ્વામી ચેરમેન ગઢડા, પૂજ્ય વિજયબાપુ સતાધાર, નારાયણદાસ સાહેબ કબીર ટેકરી, ભક્તિરામબાપુ માનવ મંદિર, મહામંડલેશ્વર કર્ણીરામ બાપુ દુધરેજ, પૂજ્ય કરસનદાસબાપુ પરબધામ, મહામંડલેશ્વર હરિહરાનંદ ભારથી બાપુ ભારથી આશ્રમ જૂનાગઢ, મહામંડલેશ્વર નિર્મલાબા તેમજ ભયલુબાપુ પાળીયાદ, વગેરે સમગ્ર ભારતભરમાંથી સંતો મહંતો અને મહામંડલેશ્વરો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહેશે આ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ દિવાળી બા હાઈસ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસગરબા, સંગીત સંધ્યા, સંતવાણી, ભજન સંધ્યા, લોક સાહિત્ય, હાસ્ય કાર્યક્રમો યોજાશે   જેમાં પીઠવડી, નાના ઝીંઝુડા, મોટા ઝીંઝુડા, પીયાવા, સેંજળ, મેવસા, ધાર, ભેકરા, નાની વડાળ, ગણેશગઢ, ગાધકડા, અમૃતવેલ, મોલડી, સાવરકુંડલા વગેરે ગામોમાંથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો કથા શ્રવણ કરવા પધારશે આ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહની સમસ્ત બાલધા પરિવારના સભ્યો તેમજ વિનુભાઈ બાલધા, જ્યંતીભાઈ બાલધા,  અશોકભાઈ બાલધા, દકુભાઈ બાલધા દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે તેમ અમીતગીરી ગોસ્વામીની યાદી જણાવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/